Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સોરઠના દરિયાકાંઠા વિસ્‍તારમાં આંખ અને કેન્‍સરની બિમારીનું ભય જનક પ્રમાણ

ગમે તેટલા નિદાન કેમ્‍પ થવા છતાં પ્રમાણ ઘટતું નથી

(દિનુભાઇ દેવાણી દ્વારા) તા. ર૧ : જલારામ મંદિર, કેશોદ ખાતે યોજાયેલા આંખની બિમારીના યોજાયેલા નિદાન કેમ્‍પ સમયે જણાવાયું હતું કે સોરઠના દરિયા કાંઠા વિસ્‍તારમાં આંખ અને કેન્‍સરની બિમારીનું પ્રમાણ ભયજનક છતા તેનુ પ્રમાણ ઘટતુ નથી. આ સ્‍થિતિના નિરાકરણ માટે સ્‍થાનિક મહાજનો અને સરકારે સાથે મળી આ દિશામાં નકકર કામગીરી કરવાનું આજના સમયનો તકાદો છે.

કેશોદના જલારામ મંદિરમાં દર મહિને બે વખત આંખના રોગનું નિદાન અને સારવાર કેમ્‍પ રાજકોટના શ્રી રણછોડદાસજી મહારાજ ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે યોજાય છે. અને તેમાં વિનામુલ્‍યે નિદાન તેમજ સારવાર જરૂરીયાત વાળા, દર્દીઓના મોતીયા જેવી બિમારીના ઓપરેશન પણ વિનામુલ્‍યે થાય છે. ઉપરોકત જગ્‍યાએ આવા યોજાયેલા ર૭ર માં નિદાન કેમ્‍પમાં બોલતા જુનાગઢ જિલ્લા આહિર સમાજના અગ્રણી હીરાભાઇ જોટવાએ જણાવ્‍યું હતું કે દરેક કેમ્‍પમાં ૭પ જેટલા ઓપરેશનો થાય છ.ે અને આ બધા મોટા ભાગના દરિયા કાંઠા વિસ્‍તારના ગામડાઓમાંથી આવે છે અત્‍યાર સુધીમાં આવા ર૦૦૦૦ પણ વધારે ઓપરેશનો આ સંસ્‍થાના મધ્‍યમથી થયા છે આ સિવાય અન્‍ય આવી સંસ્‍થાઓ અને ખાનગી હોસ્‍પિટલમાં થયા હોય તે જુદા તેની કોઇ જ ગણતરી જ નથી.

હીરાભાઇએ વધુમાં એમ પણ જણાવ્‍યું હતું કે આ તો માત્ર આંખના રોગની વાત થઇ અલગ અલગ કેન્‍સરના પણ આવા દર્દીઓ અને એ પણ દરિયાના કાંઠાળા વિસ્‍તારમાં જોવા મળે છે. ઉપરોકત બિમારીઓના નિદાન અને સારવાર માટે આવા નિદાન કેમ્‍પો થતા જ રહે છ.ે છતાં પણ તેનું પ્રમાણ ઘટતું નથી. દરેક  વખતે જેટલા દર્દીઓનું નિદાન અને સારવાર થઇ જાય ત્‍યાં બીજા કેમ્‍પમાં એટલા જ નવા દર્દીઓ મળી આવે છેે.

ઉપરોકત સ્‍થિતી આ વિસ્‍તાર માટે ભય જનક ગણાવી અંતમાં ઉમેર્યું હતુ કે આ સ્‍થિતિના નિવારણ માટે સ્‍થાનિક મહાજન અન ેસરકારે સાથે મળી આ દિશામાં નકકર કામ કરવું તે આજના સમયની તાતી જરૂરીયાત છે અને આ કાર્યક્રમમાં જો પોતે કોઇ રીતે મદદરૂપ થઇ શકે તો સંપૂર્ણ રીતે મદદરૂપ થવાની તૈયારી બતાવી હતી.

આ પહેલા હિરાભાઇ જોટવાનું સાલ ઓઢાડી જલારામ મંદિર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું હીરાભાઇ જોટવાએ પોતાના પિતાશ્રીની પુણ્‍યતિથિ નિમિતે કાયમી ધોરણે એક ભોજન તિથી પણ લખાવી હતી.

(1:33 pm IST)