Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જામનગરમાં મેન્‍ટેનન્‍સ દરમ્‍યાન પવાર સપ્‍લાય બંધ કરવામાં ગફલતથી વિજ કર્મચારીનો જીવ ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જયપાલસિંહ અજીતસિંહ જાડેજા, રે. શીતલવન સોસાયટી, લાલવાડી, હાપા યાર્ડ રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૧ર-ર૧ના મામા સાહેબના મંદિર પાસે, વર્ધમાન નગર શ્‍યામગ્રીન ટાઉનશીપ પાસે, ઠેબા ચોકડી રોડ પર આરોપી ખુમાનસિંહ રામસિંહ રાઠવાલાઈન ઈન્‍સ્‍પેકટર ના હોદા પર હોય જેઓની ફરજ ઈલેકટ્રીક લાઈન બંધ કરાવવાની તેમજ લાઈન બંધ થયાની ચકાસણી કરાવવાની અને લાઈનમાં પાવર સપ્‍લાય ચાલુ નથી તે સુનિશ્ચિત કર્યા બાદ તેમજ સેફટીના સાધનો સાથે કામ કરાવવાની જવાબદારી હોય અને તે જવાબદારીમાં બેદરકારી રાખે તો કોઈ પણ વ્‍યકિતનું મુત્‍યુ નિપજી શકે તેવું જાણવા છતા ૬૬ કેવી હાપા સબ સ્‍ટેશનમં ફોન કરી ૧૧ કેવી કૌશલનગર ફીડર લાઈન બંધ કરાવવાને બદલે ૧૧ કેવી લાલવાડી ફીડર લાઈન બંધ કરાવી તેમજ તેઓએ પાવર બંધ છે કે કેમ તે બાબતે કોઈપણ જાતની ચકાસણી કરાવ્‍યા વગર તેમજ સેફટીના કોઈપણ સાધનો પહેરાવ્‍યા વગર જ કામ ચાલુ કરાવી પોતાની જવાબદારીમાં ગંભીર રીતે બેદરકારી દાખવી જેના કારણે ઈલેકટ્રીક આસીસ્‍ટન્‍ટ મહેશભાઈ મકવાણા મૃત્‍યુ પામતા ગુનો કરેલ છે.
ખંભાળીયાના નાકા પાસે ચલણી નોટો વડે જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા
સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૬-ર૦રરના ખંભાળીયા નાકા પાસે આરોપીઓ પ્રવિણભાઈ ગોરધનભાઈ કનખરા, ભરતભાઈ હસમુખભાઈ રાયઠઠ્ઠા એ ભરતીય ચલણી નોટો વડે એક-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧,૩૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
હવાઈ ચોકમાં વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો : એક ફરાર
સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૬-ર૦રરના હવાઈચોકમાં ડો.બક્ષી સાહેબના દવાખાના સામે રોડ ઉપર આરોપીઓ અનીલભાઈ બાલકૃષ્‍ણભાઈ ઓઝા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૭૯૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી તુષાર ઉર્ફે લાલો કનખરાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હોસ્‍પિટલમાં પોલીસ પકડવા આવવાની બીકે આરોપી ભાગી છુટેલને પોલીસે ઝડપી પાડયો
સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સિઘ્‍ધાર્થ ભીખાભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૬-ર૦રરના ફરીયાદી સિઘ્‍ઘાર્થભાઈ તથા સાહેદ દેવશીભાઈ મુંધવા એ આરોપી અકરમ રજાક સંઘાર, રે. સલાયા ગામવાળો જી.જી.હોસ્‍પિટલ માં સારવારમાં હોય ત્‍યારે વોચમાં ફરજ બજાવતા હોય તે દરમ્‍યાન આરોપી અકરમ રજાક સંઘાર ને પોતે ગુનાના કામે અટક થવાનો હોવાથી જાણ થતા પોતે ગુનાના કામે અટક થવા માગતો ન હોવાથી ફરીયાદી સિઘ્‍ધાર્થ તથા સાહેદ દેવશીભાઈ ને ધકકો મારી પાડી દઈ ફરીયાદી સિઘ્‍ધાર્થને ઢીકાપાટુનો માર મારી નાશી જઈ તથા ફરીયાદી સિઘ્‍ધાર્થ તથા સાહેદ દેવશીભાઈ આરોપી અકરમ રજાક સંઘારને રોડ પર પકડી લેતા તેમની સાથે ઝપાઝપી કરી છોડાવી લઈ ત્‍યાં રહેલ શેરડીના ચીચોડા વાળા પાસેથી લોખંડનું દાતરડુ છીનવી લઈ પોતાના ગળા પર રાખી ફરીયાદી સિઘ્‍ધાર્થ તથા સાહેદ દેવશીભાઈ તેનો પીછો કરશે તો પોતાનું ગળુ કાપી નાખશે તેમ હાઉ ઉભો કર્યો હતો આ અંગે તાત્‍કાલીક પોલીસે ચારે તરફ નાકા બંધી કરી મોડી સાંજેથી તળાવની પાળ પાસેથી અકરમ અને અન્‍ય એક શખ્‍સને પેરોલ ફલો સ્‍કોડ ની ટીમે ઝડપી પાડયો હતો. (તસ્‍વીર કિંજલ કારસરીયા-જામનગર) નોંધ : ફોટો વ્‍હોટસઅપ કર્યો છે.
ખંભાળીયાનાકા બહાર આંકડા શાસ્‍ત્ર્રી ઝડપાયો
સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૬-ર૦રરના ખંભાળીયા નાકા બહાર લેટેસ્‍ટ પાનની સામે આરોપી અલ્‍તાફભાઈ ઓસમાણભાઈ ચાડ,વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૯૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
પતિ -પત્‍નિના રીસામણાની વાત પહોંચી પોલીસ સ્‍ટેશને
જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં મનિષાબેન અશ્વિનભાઈ ધનાભાઈ મંગેરા તે ડો/ઓ મેઘજીભાઈ વાઘેલા, રે. મોરઝર ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૬-ર૦રરના ગીગણી ગામ ફરીયાદી મનિષાબેના પિતાના રહેણાક મકાને ફરીયાદી મનિષાબેન તથા આરોપી અશ્વિનભાઈ પતિ-પત્‍નિ થતા હોય અને બંન્‍ને વચ્‍ચે અવાર નવાર ઝઘડો તકરાર થતા હોય અને ફરીયાદી મનિષાબેન પોતાના માવતરના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલ હોય અને માવતરના ઘરે જ રોકાઈ ગયેલ હોય જેઓ પોતાના પતિ અશ્વિનભાઈ ના ઘરે જતા ન હોય જેનું મનદુઃખ રાખી પતિ અશ્વિનભાઈ ફરીયાદી મનિષાબેનના માવતરના ઘરે આવી ફરીયાદી મનિષાબેનને દરવાજો ખોલવાનું કહેતા ફરીયાદ મનિષાબેને ઘરનો દરવાજો નહી ખોલતા ભુડી ગાળો આપી લાકડાના ધોકાથી ઘરના તથા બાથરૂમના દરવાજા પર ઘા મારી નુકશાન કરી ફરીયાદી મનિષાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
ઈશ્વરીયા ગામે જુગાર રમતા ચાર શખ્‍સો ઝડપાયા
જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રૂષિરાજસિંહ રણજીતસિંહ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૬-ર૦રરના ઈશ્વિરીયા ગામ ઘાયડી સોસાયટી પાણીના ટાકા પાસે આરોપી કનુભાઈ સોમાભાઈ બાટા, લખમણભાઈ મેઘાભાઈ બગડા, દિનેશભાઈ દાનાભાઈ મકવાણા, મનસુખભાઈ ચનાભાઈ સાગઠીયા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૬,૬પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
ખીજડીયા ગામે જુગાર રમતા ચાર શખ્‍સો ઝડપાયા
પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૬-ર૦રરના ખીજડીયા ગામ નવાપરા કેનાલની બાજુમાં આરોપી જેસંગભાઈ ઉર્ફે ચંદુભાઈ બટુકભાઈ સાલાણી, ગોરધનભાઈ ઉર્ફે રાકેશ સાદુરભાઈ સુરેલા, પુંજાભાઈ ગાગાભાઈ એરડીયા, સુરેશભાઈ ઉર્ફે વિહો લખમણભાઈ રાંદલપરા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૧૧૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
બાલંભા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
 જોડીયા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ દશરથસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૬-ર૦રરના બાલંભા ગામે દલિતવાસમાં આરોપી નવિન ધનજીભાઈ વાઘેલાએ પોતાના રહેણાક મકાનમાં અન્‍ય આરોપી બાબુભાઈ ભાણાભાઈ વાણીયા, કાનજી મનજીભાઈ પરમાર, વિપુલ અશોકભાઈ દાફડા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪,૮૭૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
પરણિતાને દુઃખ ત્રાસ આપ્‍યાની સાસરીયા સામે રાવ
મહિલા પોલીસ સ્‍ટેશનમાં રૂકશાર રહીમભાઈ બાબવાણી તે ડો/ઓ ઈસુબભાઈ ખફી, ઉ.વ.ર૩, રે. શંકરટેકરી નવી નિશાળ પાસે, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૪-ર૦ર૧ થી આજદિન સુધી અવાર નવાર આરોપી પતિ- રહિમ જુસબભાઈ બાબવાણી, સાસુ- શરીફાબેન જુસબભાઈ બાબવાણી, દેરાણી- નબીરા ઈમ્‍તીયાઝ બાબવાણી, દિયર- ઈમ્‍તીયાઝ જુસબભાઈ બાબવાણી, નણંદ- સમીમબેન અસરફભાઈ ખીરા, કાકાજી સસરા- અલારખાભાઈ હાજીભાઈ બાબવાણી એ ફરીયાદી રૂકશાર ને લગ્નજીવન દરમ્‍યાન અવાર નવાર ઘરના કામકાજ બાબતે વાંક કાઢી ફરીયાદી રૂકશાર ને ગાળો કાઢી ઝઘડો કરી મારકુટ કરી અને દહેજની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી રૂકશાર ને શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
કુવામાં પાણી ભરવા જતા પડી જતા પરણિતાનું મોત
જામજોધપુર તાલુકાના વાલાસણ ગામે રહેતા ભુપતભાઈ હરદાસભાઈ કરમટા, ઉ.વ.૩પ એ શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦-૬-ર૦રરના મરણજનાર યોગીશાબેન ભુપતભાઈ કરમટા, ઉ.વ.૩પ કુવામાં પાણી ભરવા જતા અકસ્‍માતે પડી જતા પાણીમાં ડુબી જતા મરણ ગયેલ છે.
હાર્ટએટેક આવી જતા આઘેડનું મોત
ભોજાબેડી ગામે રહેતા વલ્લભભાઈ નારણભાઈ કાછાડીયા, ઉ.વ.૬૯ એ શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯-૬-ર૦રરના આ કામે મરણજનાર પ્રવિણભાઈ નારણભાઈ કાછડીયા, ઉ.વ.પ૦ રાત્રીના બાથરૂમ જવા માટે ઉઠતા અચાનક દુઃખાવો ઉપડતા એટેક આવવાથી મરણ ગયેલ છે.
બીમારથી કંટાળી જઈ યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકવ્‍યું
જામજોધપુર તાલુકાના પાટણ ગામે રહેતા વીરાભાઈ કારાભાઈ બારીયા, ઉ.વ.૬૦ એ જામજોધપુરપોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦-૬-ર૦રરના આ કામે મરણજના વિજયભાઈ વીરાભાઈ બારીયા, ઉ.વ.રર ને જુની પેટની બિમારી હોય જેના લીધે તેણે પોતાા હાથે ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.
હાર્ટએટેક આવી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત
રાજકોટમાં રહેતા પરેશભાઈ રામજીભાઈ પાદરીયા, ઉ.વ.૩૩ એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦-૬-ર૦રરના આ કામે મરણજનાર ધર્મેશભાઈ રામજીભાઈ પાદરીયા, ઉ.વ.૩૭, રે. દેડકદડ ગામવાળા નેછાતીમાં વધારે દુઃખાવો થતા પ્રાઈવેટ ગાડીમાં પ્રથમ પડધરી હોસ્‍પિટલ ખાતે અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્‍પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોકટરે તપાસને હાર્ટએટેક આવવાથી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.
વાનાણા ગામે જુગાર રમતા આઠ શખ્‍સો ઝડપાયા
શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કૌશીકભાઈ દેવાયતભાઈ કાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૬-ર૦રરના વનાણા થી કડબાલ જતા ગામની લુણીયાણા બાજુની સીમ વિસ્‍તારમાં આરોપી રમેશભાઈ અરજણભાઈ જોગલનીવાડીએ અન્‍ય આરોપી ઈશાકભાઈ ઈસ્‍માઈલભાઈ શેખ, વિનુભાઈ જીવરાજભાઈ અમૃતિયા, ચંદુભાઈ હરજીભાઈ માકડીયા, કેયુરભાઈ ઈશ્‍વરભાઈ ડઢાણીયા, મુકેશભાઈ નાનુભાઈ ઉનડકડ, નિમિષકુમાર ધીરજલાલ ભુત, હનીફભાઈ ઈશાકભાઈ જુણેજા, ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પપ૮૩૦/-તથા મોબાઈલ નંગ-૬, કિંમત રૂ.ર૧,૦૦૦/- તથા ઈકો કાર જેની કિંમત રૂ.૧,પ૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.ર,ર૬,૮૩૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

 

 

(1:32 pm IST)