Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જેતપુરના ડેડરવા ગામે વાડીમાં જુગાર રમતા ૭ શખ્‍સો પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૧ : જેતપુરના ડેડરવા ગામે વાડીમાં જુગાર રમતા ૭ શખ્‍સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

તાલુકા પી.આઇ. ટી.બી.જાની સ્‍ટાફના રાજુભાઇ મકવાણા, ભુરાભાઇ માલીવાડ, પ્રદીપભાઇ આગરીયા, ચેતનભાઇ ઠાકોર, અરવિંદસિંહ જાડેજાને સાથે રાખી ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન ડેડરવા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે વાડી વિસ્‍તારમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા બીજલ વાઘાભાઇ મુળીયા, જીંકુ લખમણભાઇ ગુજરાતી, કાળા નારણભાઇ સરવેયા, ગોકળ નાનજીભાઇ મોરબીયા, પ્રવિણ તેજાભાઇ મોરબીયા, જીકુ મનુભાઇ ભોંકીયા તથા મીલન ચીમનભાઇ ચાવડાને રોકડા રૂા.૧ર,પ૩૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

(1:40 pm IST)