Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દિગ્‍જામ લીમીટેડ કાપડ બજારમાં ફરીથી પોતાનું સ્‍થાન મેળવવા આશાવાદી : પટેલ

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૧ :  જામનગરની પ્રસિદ્ધ  દિગ્‍જામ લીમીટેડ કે જેના ચેરમેન  હાર્દિકભાઈ પટેલ છે  તે કંપનીનું વાર્ષિક  બિજનેસ પાર્ટનર્સ મીટ ( સેલ કોન્‍ફરન્‍સ) નું આયોજન   હોટલ સયાજી, જામનગર  ખાતે કરવામાં આવેલ હતું  
 જેમાં સાપ્રથમ કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર અજયકુમાર અગ્રવાલ દ્વારા વિધ્‍નહર્તા  ગણપતી મહારાજનું સાષાોકત વિધીથી પુજન કર્યા  બાદ કંપનીના  બિઝનેસ પાર્ટનર્સ મીટ કાર્યક્રમ ને શરુ કરવામાં આવેલ હતો.
       આ કાર્યક્રમમાં દેશના જુદા-જુદા  રાજ્‍યોમાંથી   કંપનીના  એજન્‍ટો ઉપસ્‍થિત રહી અને ઉત્‍સાહ પૂર્વક  ભાગ લીધો હતો જેથી  દિગ્‍જામ લીમીટેડ  દેશની કાપડ બજારમાં નિヘતિ પણે ફરીથી પોતાનું સ્‍થાન  મેળવશે તેવી  આશા પ્રબળ બની છે.
    દિગ્‍જામ લી. પણ પોતાના ગ્રાહકોને ઉચ્‍ચ ગુણવત્તા વાળું કપડું આપી પૂર્ણ સંતોષ આપવા કટિબદ્ધ છે અને તે  માટે કંપની ના એકઝીકયુટીવ ડાયરેક્‍ટર શ્રી અજયકુમાર અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ કંપનીના વાઈસ પ્રેસિડેન્‍ટ (વર્કસ) આર કે તિવારી અને એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્‍ટ સેલ્‍સ એન્‍ડ માર્કેટિંગ શ્રી સંજીવ જોષી તથા  તેઓની ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે.
    આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કંપનીના એકઝીકયુટીવ  ડાયરેકટર   અજયકુમાર અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ સેલ્‍સ ટીમના સર્વે શ્રી સંજીવ જોષી, શશી શુકલા , પંકજ પાન્‍ડે , પવન ચિંતા સહીત સેલ્‍સની ટીમ તથા અજીતકુમાર શ્રીવાસ્‍તવ , જયેશભાઇ મહેતા  , આનંદસિંધ, સુનીલ કટેજા, સંદિપ કુમાર  વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

(1:29 pm IST)