Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જૂનાગઢ જીલ્લામાં યોગ દિવસની ઉજવણી : દામોદર કુંડ, ઉપરકોટ, ગીરનાર સહિતના સ્‍થળોએ યોગ કરાયા

યોગના ૮માં આંતરરાષ્‍ટ્રીય દિવસની ઉજવણીમાં લોકો ઉત્‍સાહભેર સહભાગી થયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૨૧: જૂનાગઢ જીલ્લામાં આજે યોગ દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભારતની આધ્‍યાત્‍મિક વિરાસતના હિસ્‍સા એવા યોગના ૮મા આંતરરાષ્‍ટ્રીય દિવસ નિમિતે અત્ર, તત્ર, સર્વત્ર યોગ કરવામાં આવ્‍યા હતા.

જૂનાગઢમાં ગીરનાર, ઉપરકોટ, દામોદરકુંડ, કોડીયા ગુફા સહિતના જીલ્લાના ૧૮૦૦ સ્‍થળોએ યોગ કરવામાં આવેલ. જેમાં સાધુ સંતો મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, દિવ્‍યાંગો સહિતના લોકો જોડાયા હતા.

જીલ્લા કક્ષાનો મુખ્‍ય કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે અને શહેરનો કાર્યક્રમ બીએપીએસ અક્ષર મંદિર ખાતે યોજાયો હતો.

એક નવી પહેલરૂપે આજે દિવ્‍યાંગ લોકોને પણ યોગા કાર્યક્રમમાં જોડવામાં આવ્‍યા હતા.

જૂનાગઢ જીલ્લાના ૯ તાલુકા, ૭ નગરપાલિકા, ૨૮૭ આરોગ્‍ય કેન્‍દ્ર, ૧૨૭૮ શૈક્ષણિક સંસ્‍થાઓ, જૂનાગઢના ૧૫ વોર્ડ, ૧૦ પોલીસ સ્‍ટેશન, પોલીસ હેડ કવાર્ટર અને જીલ્લા જેલ ખાતે પણ આંતરરાષ્‍ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

(1:28 pm IST)