Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

બાબરા પાસે સવા બે લાખનો દારૂ કબ્‍જે

અમરેલી, તા. ર૧ :  બાબરા પોલીસ સ્‍ટેશનના પો. ઇન્‍સ. જે. એમ. કૈલા તથા હેડ કોન્‍સ. કીરણભાઇ તનસુખભાઇ તથા હેડ કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ બહાદુરસિંહ તથા પો. કોન્‍સ. જગદીશભાઇ બાબુભાઇ તથા પો. કોન્‍સ. રામદેવસિંહ બચુભા પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન વાંકીયાથી ખંભાળા રોડ ઉપર સુખપર જવાના રોડ પાસે એક શંકાસ્‍પદ બોલેરો પીકઅપ વાહન રોકાવવા પ્રત્‍યન કરતા અંધારાનો લાભ લઇ બોલેરાનો ચાલકે વાહન ભગાડી થોડે દૂર મુકી બોલેરો ચાલક નાસી જતા સદર વાહનમાં ચેક કરતા ભારતીય બનાવટ દારૂની જુદી જુદી બ્રાન્‍ડની બોટલો મળી આવેલ છે જે અંગે બોલેરોના ચાલક વિરૂધ્‍ધ ધી ગુજરાત પ્રોહીબીશન એકટ કલમ ૬પ (એ) (ઇ), ૧૧૬ (બી), ૯૮ (ર) હેઠળ કાર્યવાહી કરેલ.
પીકઅપ બોલેરો વાહન એન્‍જીન નં. જીએચ૧ ડી ર૭પ૮૯ માંથી પકડાયેલ મુદ્દામાલ ઇંગ્‍લીદારૂની બોટલ નંગ ૩૭ર કિ. રૂા. ૧,૭૮,પ૬૦/-, પ્રાંતીય ઇગ્‍લીશ દારૂની ૭પ૦ મીલીની બોટલ નંગ ૪૮ કિ. રૂા. ર૪,ર૪૦/-, પર પ્રાંતીય ઇંગ્‍લીશ દારૂની ૭પ૦ મીલીની બોટલ નંગ ૧ર કિ. ૧ર કિ. રૂા. ૮૮ર૦/-, પરપ્રાંતીય ઇંગ્‍લીશ દારૂની ૧૮૦ મીલીની બોટલ નંગ ર૮૮ કિ. રૂા. રપ૯ર૦/-, પીકઅપ બોલેરોની કિ. રૂા. ર,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂા. ૪,૩૭,પ૪૦/- ના પ્રોહિ મુદ્દામાલની હેરફેર કરતા રેઇડ દરમ્‍યાન મળેલ છે.

 

(12:55 pm IST)