Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પડધરીના મોવિયામાં એમ.પી.ની સગીરાને અજાણ્‍યો શખ્‍સ ભગાડી ગયો

પિતાની પડધરી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ર૧: પડધરીના મોવિયા ગામમાં રહેતી સગીરા પડધરી સીવણ કલાસમાં ગયા બાદ પરત  ન આવતા તેના પિતાએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ મધ્‍ય પ્રદેશના હલુઆપુરા ગામની હાલ પડધરીના મોવિયા ગામમાં રહેતી ૧પ વર્ષની સગીરા તા. ૧/૬ના રોજ તેની નાની બહેન સાથે પડધરી બસ સ્‍ટેશન પાસે સિવણ કલાસમાં ગઇ હતી બાદ નાની બહેન ઘરે આવી ગઇ હતી પરંતુ મોટી બહેન ઘરે ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતાએ પડધરી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણનો ગુનો દાખલ કરી પી.એસ.આઇ. આર. જે. ગોહિલે તપાસ હાથ ધરી છે. જો કોઇને આ સગીરા જોવા મળે તો મોબાઇલ નં. ૮૧ર૮૦ ૪પ૦૩૮ ઉપર જાણ કરવા સગીરાના પિતાએ જણાવ્‍યું છે.

(12:49 pm IST)