Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જૂનાગઢમાં કચરામાં ગયેલ દાગીના શોધી આપનાર મનપા ગાડીના ડ્રાઇવરનું સન્‍માન

જૂનાગઢ, તા. ૨૧ : કચરો કલેકશન કરનાર મનપા ગાડીના ડ્રાઇવર દિનેશભાઇ તથા સલીમભાઇ ભંગારવાળાની ઇમાનદારીથી કચરાપેટીમાં ગયેલ દાગીના શોધી શકાયા હતા.

જેથી તેમનો સન્‍માન સમારોહ વાલજીભાઇ મેરને ત્‍યાં રાખેલ હતો.જેમાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઇ ફરસાણ, બટુકભાઇ મકવાણા, મંદીપભાઇ મકવાણા, કાળુભાઇ કળીવાર, ભરતભાઇ કારેણા, રમેશભાઇ બાવળીયા, કિશોરભાઇ રાખસીયા, ટીનાભાઇ મનસુખભાઇ પટોળીયા, વાહબભાઇ ખુરેશી, રામભાઇ રબારી, અશ્‍વિનભાઇ શૈલેષભાઇ વાઢીયા, રસિકભાઇ ચુડાસમા, મુકેશભાઇ ડાભી, હર્ષદભાઇ મનજીભાઇ પોશીયા, કિશોરભાઇ ભુવા હાજર રહ્યા  હતા.

(12:45 pm IST)