Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જેતપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં યોગ દિવસ ઉજવાયો

ચાંપરાજપુરની બાળાઓએ યોગ કરીને વિશ્વ યોગ દિવસ ઉજવ્‍યો : જેતપુરઃ તાલુકાના ૪૬ જેટલા ગામોમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકાના ચાંપરાજપુર ગામે કન્‍યા શાળામાં બાળાઓએ વિશ્વ યોગ દિવસને ઉમંગ સાથે ઉજવ્‍યો હતો શાળાની ૧૪૫ જેટલી બાળા ઓ એ યોગ કરીને આજનો દિવસ ઉજવ્‍યો આ પ્રસંગે આ બાળાઓ ને શાળા ના આચાર્ય અનિતા ડઢાણીયા અને બીના બારૈયાએ બાળાઓને યોગના વિવિધ આસન કરાવ્‍યા હતા. યોગના વિવિધ આસનને ખુબજ સરસ રીતે કરતી વિદ્યાર્થિની નેહલ તથા જાનવીને સન્‍માનિત કરવામાં આવી હતી. 

(12:43 pm IST)