Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જેતપુરને હરીયાળુ બનાવવા લોકોએ બે કલાકમાં ૪૦૦૦ રોપા-બિયારણ મેળવી નવરંગ નેચર કલબની મહેનત સફળ બનાવી

જેતપુર,તા. ૨૧ : રાજકોટની નવરંગ નેચર કલબના વી.ડી.બાલા દ્વારા વર્ષ દરમ્‍યાન જુદા-જુદા શહેરોમાં વીનામૂલ્‍યે રોપા-બિયારણ ખાતરનું સંસ્‍થાઓના સહકારથી વિતરણ કરવામાં આવે છે. લોકો વૃક્ષો વાવે અને હરીયાળી ફેલાય માટે તેઓ હરહંમેશ પ્રયત્‍નશીલ રહે છે. ચોમાસુ શરૂ થયું હોય વૃક્ષાોના ઉછેર સારી રીતે થાય તેમજ નવા વૃક્ષો રોપવામાં આવે ઉપરાંત લોકો પોતાના ઘર આંગણે શાકભાજી વાવે તેવા આશ્રયથી શહેરના લાકીંગ અને યોગા પરિાવરના સહયોગથી વિના મૂલ્‍યે તેમજ જુદા-જુદા ફુલછોડનું રાહત દરે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ તેમાં શાકભાજીના બિયારણના ૩૦૦૦ પેકેટ તેમજ ૨૦૦૦ ફુલછોડ રોપાનું વિતરણ કરવામાં આવેલ. સાથે સાથે ૪૦૦ કીલો અળસીયાનું ખાતર વિતરણ કરાયું હતું. માત્ર ૨ કલાકમાં લોકોની ભીડ જામી જતા તમામા રોપાઓ પુરા થઇ જતા વી.ડી.બાલાએ જણાવેલ કે ટૂંક સમયમાં ફરી વિતરણ કરવા માટે આયોજન કરવામાં આવશે.

(12:42 pm IST)