Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ર૧ જૂનઃ વિશ્‍વ સંગીત દિવસ

ઇ.સ. ર૦૧પ થી ર૧ જૂનના રોજ ‘‘વિશ્‍વ યોગ દિવસ''ની ઉજવણી શરૂ થઇ છે. તન-મનને યોગ દ્વારા તંદુરસ્‍ત રાખી શકાય છે. તેવી જ કલા ‘‘સંગીતકલા'' માટે ર૧ જૂનના રોજ ‘‘વિશ્‍વ સંગીત દિવસ''ની ઉજવણી ઇ. ૧૯૮ર થી કરવામાં આવે છે.

સંગીત માત્ર સાત સૂરોમાં સીમિત નથી. એને બાંધવા માટે વિશ્‍વની સીમા પણ ઓછી પડે એવું છે. સંગીત દુનિયામાં દરેક દર્દની દવા મનાય છે. સંગીતનો જાદુ તન-મનને તાજગી આપે છે.

સંગીત દૈનિક જીવનમાં વણાયેલું છે. કોયલનો ટહુકો, પાણીનો ખળભળાટ, હવાની લહેરખી બધામાં સંગીત સમાયેલું છે. સંગીત માનવ જગત માટે ઇશ્‍વરનું અનુપમ દેવી વરદાન છે તે ભાષા સહદથી પર છે. રહેણીકરણી, ભાષા, પોશાક ભલે જુદા-જુદા હોય પરંતુ દરેક દેશમાં સાત સૂર, લય-તાલ એક જેવા જ હોય છે. દરેક વ્‍યકિત માટે સંગીત અલગ-અલગ મહત્‍વ રાખે છે કોઇ પોતાના હૃદયને શાંતિ માટે તો કોઇ પોતાની ખુશી વ્‍યકત કરવા-પ્રેમને વ્‍યકત કરવા સંગીત રામબાણ કે બ્રહ્માષાથી ઓછું નથી.

સંગીતની વિવિધ ખુબીઓને કારણે વિશ્‍વમાં સંગીતના નામે એક દિવસ નકકી છે. સંગીતજ્ઞો અને સંગીતપ્રેમીઓ ર૧ જૂનના રોજ ‘વિશ્‍વ સંગીત દિવસ' તરીકે ઉજવે છે. આ દિવસને ‘ફેટે ડી લા મ્‍યુઝિક'ના નામે પણ ઓળખવામાં આવે છે તેનો અર્થ મ્‍યુજિક ફેસ્‍ટીવલ એવો થાય છે તેની શરૂઆત ૧૯૮ર માં ફ્રાન્‍સમાં થઇ. આ મનાવવા પાછળ સંગીતનો પ્રચાર થાય તથા એકસપર્ટ કલાકારો મંચ   ઉપર આગળ આવે તે હેતુ છે.

વર્તમાન સમયમાં સંગીત એવું સશકત માધ્‍યમ છે જે વ્‍યકિતને શારીરિક-માનસિક રોગ-વ્‍યાધિમાંથી મુકત કરે છે.

વિશ્‍વ સંગીત દિવસની શરૂઆત ફ્રેંચ નેશનલ રેડિયોના રેડિયો પ્રોગ્રામ્‍સના મ્‍યુઝિકલ પ્રોડયુસર જોએલ કોહેન દ્વારા કરવામાં આવી ત્‍યારબભાદ ફ્રેંચ કલ્‍ચરલ મિનિસ્‍ટર જેક લંગ દ્વારા તેને સ્‍વીકાર કરાયો અને રાષ્‍ટ્રીય ઉજવણીનું નકકી કરાયું અને હાલ વિશ્‍વના ૧ર૦ થી વધુ દેશોમાં ઉજવાઇ રહ્યો છે.

‘મેઇક મ્‍યુઝિક'ના સ્‍લોગન સાથે સંગીતજ્ઞો તથા ઉભરતા કલાકારો આ દિવસ ઉત્‍સાહભેર ઉજવે છે.

પ્રકૃતિમાં પણ સંગીત છે માનવ-માનવ વચ્‍ચે એકતા સાધવાનો એક માત્ર ઉપાય સંગીત છે એમ કહીએ તો અતિશયોકિત નહીં કહેવાય.

પૂર્વ રાષ્‍ટ્રપતિ રાજેન્‍દ્ર પ્રસાદના શબ્‍દોમાં કહીએ તો સંગીત આદિકળાએ સાંસ્‍કૃતિકનું મહત્‍વનું અંગ છે. આપણી ભારતીય સંસ્‍કૃતિનું હોવા છતાં એકતા છે જે સંગીતને આભારી છે. સંગીતને પ્રોત્‍સાહન આપવું એટલે સંસ્‍કૃતિને ઉન્‍નત કરવા બરાબર છે. કેળવણીકારો મને છે કે કોઇપણ વિષયની સરખામણીમાં મનુષ્‍યની શકિતઓને પોષવા, ખીલવવા અને વિકસાવવા સંગીતકલા પારસમિણ સમાન છે. આથી સંગીતવિદ્યા સર્વધર્મોમાં પવિત્ર અને દૈવી કલા છે. સંગીતમાં ગાયન, વાદન અને નર્તન ત્રણેય કળાઓનો સમાવેશ થાય છે.

: લેખક :

કલાપી પાઠક (ભાવનગર)

મો. ૯૮૭૯ર ૯૦૯૦૦

 

(1:41 pm IST)