Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જામજોધપુરના વનાણા ગામે ‘નાલ' ઉઘરાવી ચાલતુ જુગારધામ પકડાયુ

જામજોધપુર,તા. ૨૧ : તાલુકાના વનાણા ગામે વનાણાથી કડબાલ જતા લુણીયાણા બાજુની સીમમાં રમેશ અરજણ જોગલની વાડીમાં આવેલ એરડીમાં નાલ ઉઘરાવી જુગાર ધામ ચાલતુ હોવાની બાતમીથી શેઠ વડાળા પોલીસે દરોડો પાડી રમેશ અરજણ જોગલ, ગામ વનાણા વિનુભાઇ જીવરાજભાઇ અમૃતિયા, ગામ -કોલકી તાલુકો ઉપલેટા, કેપુર ઇશ્વરભાઇ દઢાણીયા ગામ-ભાયાવદર, તાલુકો ઉપલેટા ચંદુલાલ હરજીભાઇ માકડીયા ગામ મોટી પાનેલી તાલુકો ઉપલેટા, નિમીષ ધીરજલાલ ભુત ગામ-ભાયાવદર, તાલુકો ઉપલેટા, હજાફ ઇશાકભાઇ જુણેજા, ગામ-કોલકી તાલુકો ઉપલેટા, તથા ઇશાક ઇસ્‍માઇ શેખ તેમજ મુકેશ નાનુભાઇ ઉનડકટ ગામ ભાયાવદર-તાલુકો ઉપલેટાને રોકડા રૂા. ૫૫,૦૦૦ મોબાઇલ નંગ-૬, કિંમત રૂા. ૨૧,૦૦૦ તથા ઇકો કાર કિંમત એક લાખ પચાસ હજાર મળી કુલ મુદ્દામાલ ૨,૨૬,૮૩૦ સાથે ૮ શખ્‍સોને પકડી પાડેલ છે

(11:45 am IST)