Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દામનગરના કેરિયાચાડની શાળામાં બાળકોને સ્‍ટેશનરી વિતરણ

દામનગર : અમરેલી તાલુકાના કેરિયાચાડ ગામે પ્રાથમિક શાળા અને હાઇસ્‍કૂલમાં ૧૪૯ વિદ્યાર્થીઓને ફૂલસ્‍કેપ નોટબૂકનો સેટ, પેન, પેન્‍સિલ, ઈરેઝર, સ્‍કેલ વગેરે અભ્‍યાસ સામગ્રીનું વિતરણ પ્રા.જે.એમ.તલાવીયાની પ્રેરણાથી તેના અધ્‍યક્ષ સ્‍થાને કેતનભાઈ વિનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્‍યું. કેરીયાચાડ ગામના વતની અને સુરત સ્‍થાયી થયેલા કેતનભાઈ વિનુભાઈ દેસાઈનાં માતા શારદાબેન વિનુભાઈ દેસાઈનું અવસાન થતાં તેમના શ્રાદ્ધ નિમિત્તે કેતનભાઈ અને તેમના પરિવાર દ્વારા એક નવી રાહ અપનાવી શ્રાદ્ધવિધિ - પૂજાવિધિને બદલે અભ્‍યાસને મહત્‍વ  આપી પોતાના વતનની પ્રાથમિક અને માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતા બાળકોને અભ્‍યાસ સામગ્રીનું વિતરણ  નિમીષાબેન, ધ્‍વનીલ,  કેતનભાઈ,  સોનલબેન સિદ્ધપુરના હસ્‍તે કરવામાં હતું. દેસાઈ પરિવારનાં આ નિર્ણયને આવકારવા માટે પ્રો. જે.એમ.તલાવીયા, હાઈસ્‍કૂલના આચાર્યા રેખાબેન મિયાણી, પ્રા. શાળાના આચાર્ય  ગુણાસાહેબ, સરપંચ  રાવતભાઈ ધાધલ, કીર્તિભાઈ ચોડવડીયા તથા ગામના સાથે અભ્‍યાસ કરતા મિત્રો હાજર રહ્યા હતા.  ઉપરાંત  ત્‍યાં ગામજનો દ્વારા  વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું તેમાં  કેતનભાઈએ ૨૧ લીમડાના છોડને દત્તક લીધા હતા.  જે બદલ ગામલોકો તથા શાળા પરિવારે શુભેચ્‍છાઓ વ્‍યક્‍ત કરી હતી. આ પ્રસંગે પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણીના ભાઇ  શરદભાઈ ધાનાણી  ઉપસ્‍થિત રહયા હતા. )(તસ્‍વીર - અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(11:43 am IST)