Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કાલે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરત બોઘરાનાં જન્‍મદિને આટકોટમાં મહા રકતદાન કેમ્‍પ

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૧ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો.ભરત બોઘરાનાં કાલે જન્‍મદિવસ નિમિતે આટકોટ ખાતે મહા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ છે.તાજેતરમાં આટકોટ ખાતે નવનિર્મિત શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ આટકોટ દ્વારા સંચાલિત શ્રી કે.ડી.પરવાડીયા સુપરસ્‍પેશ્‍યલ હોસ્‍પિટલનું વડાપ્રધાનના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યુ તે હોસ્‍પિટલ ખાતે જ કાલે સવારના ૯ વાગ્‍યાથી બ્‍લડ ડોનેશન કેમ્‍પનો પ્રારંભ થશે.
જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરત બોઘરાએ રાજકારણની ઇનિંગની શરૂઆતથી જ ધુંવાધાર બેટીંગ કરી સતત આગળ વધી રહ્યા છે. જરૂર પડયે બોલીંગ કરી વિરોધી ઉમેદવારને સ્‍વીંગ બોલ ફેંડી આઉટ કરી દે છે.વ્‍યવસાય ક્ષેત્રે પણ ડો.ભરત બોઘરાએ ખૂબ જ હરણફાળ ભરી છે. આજે ગુજરાતમાં સ્‍પીંનીગ મીલમાં તેઓની કંપની ટોચનું સ્‍થાન ધરાવે છે. હાલ ભરત બોઘરા સ્‍પીનીંગ મીલ એસોસીએશનમાં પણ પ્રમુખ તરીકે સેવા બજાવે છે.તાજેતરમાં આટકોટ ખાતે લોકાર્પણ થયેલ. કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલના તેઓ મેનેજીંગ ડીરેકટર છે. સૌરાષ્‍ટ્રમાં વિશાળ અને અતિ આધુનિક હોસ્‍પિટલ બનાવવામાં ડો.ભરત બોઘરાએ રાત-દિવસ જોયા વગર જસદણ -વિંછીયા પંથકના તેમજ આજુબાજુના લોકોને શ્રેષ્‍ઠ સારવાર માળી રહે એ માટે ખૂબ જ મહેનત કરી છે.ડો.ભરત બોઘરા જસદણ-વિંછીયા પંથકના લોકલાડીલા નેતા હોય તેમના (મો. નં. ૯૮૯૮૦ ૨૧૫૫૫) ઉપર આજથી જ શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છે.કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલ આટકોટ ખાતે યોજાનાર આ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં જોડાવા ડો.ભરત બોઘરાના મિત્ર વર્તુળે યાદીમાં જણાવ્‍યું છે.

 

(12:59 pm IST)