Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પોરબંદરના વિરડી પ્‍લોટમાં પુલ પાસે ગંદકીના ગંજ : ચીફ ઓફિસરને રજુઆત

પોરબંદર,તા.૨૧: વિરડી પ્‍લોટમાં પુલ પાસે ગંદકીના ગંજ ખડકાયા છે. આ વિસ્‍તારમાં ભુગર્ભગટરની ચેમ્‍બરો જ બનાવવામાં આવી નથી. ખાઈકાંઠા રોડ થી પુલ સુધી અનેક સ્‍થળોએ કુંડીઓ બનાવાઈ નથી અને હાઉસ ચેમ્‍બરો નહીં બનતા અને કનેકશનો નહીં અપાતા પ્રદુષણ વધ્‍યું. અનેક વખત રજુઆત છતાં તંત્ર ઉદાસીન રહે છે. વોર્ડ નં . ૬ ના કાઉન્‍સીલર ફારૂકભાઈ સુર્યાએ ઉચ્‍ચકક્ષાએ કરી રજુઆત કરી છે.

વિરડી પ્‍લોટમાં પુલ પાસે ગંદકીના ગંજ ખડકાયા છે . આ વિસ્‍તારમાં ભુગર્ભગટરની ચેમ્‍બરો જ બનાવવામાં આવી નથી. ખાઈકાંઠા રોડ થી પુલ સુધી અનેક સ્‍થળોએ કુંડીઓ બનાવાઈ નથી અને કનેકશનો નહીં અપાતા પ્રદુષણ વધ્‍યું છે . આ બાબતે અનેક વખત પાલિકા માં રજુઆત થઈ હોવા છતાં આ વિસ્‍તાર પ્રત્‍યે તંત્ર આંખ આડા કાન કરતું હોવાથી આ વિસ્‍તારના કાઉન્‍સીલર ફારૂકભાઈ સુર્યાએ નગરપાલિકાના ચીફ ઓફીસર, શહેરી વિકાસ મંત્રાલય અને મ્‍યુન્‍સીપાલટી કમિશનર રાજકોટ સુધી રજુઆતો કરી છે.

ખાઈકાંઠા રોડ તરીકે ઓળખાતા અને રહેમાની મસ્‍જિદ થઈ છેક રેલ્‍વેપુલ સુધી વિરડીપ્‍લોટ વિસ્‍તારમાં અનેક સ્‍થળોએ તંત્ર દ્વારા ભુગર્ભગટરની હાઉસ ચેમ્‍બરો,  કુંડીઓ બનાવવામાં આવી નથી અને શહેરનો તમામ કચરો આ વિસ્‍તારમાં પહોંચીને અટકી જતો હોય તેમ ખુબ જ દયનીય સ્‍થિતિ જોવા મળી રહી છે . આ ઉપરાંત વિરડીપ્‍લોટ વિસ્‍તારના પુલ ઉપરથી વણકરસમાજ વિસ્‍તાર બાજુ જતા રસ્‍તા ઉપર જે ગટર આવેલી છે.ખુલ્લી ગટર હોઈ  તેને સ્‍થિતિ ખુબ જ ખરાબ છે . અહીંથી પસાર થતા લોકો વૃધ્‍ધો , નાના બાળકો , મહિલાઓ જે પાણીના બેડા માથે લઈને પસાર થાય છે તેઓ ને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે.

આ વિસ્‍તારમાં ગામનો કચરો ગટર મારફતે આવી પહોંચે છે અને આગળ યોગ્‍ય નિકાસ ના થવાને લીધે જમા થઈ જાય છે અને ગંદકીના ગંજ ખડકાય જાય છે અને તેથી અહીં રહેતા લોકો અનેક રોગનો પણ ભોગ બને છે . તેથી આ બાબતે આ વિસ્‍તારના કાઉન્‍સીલર ફારૂકભાઈ સુર્યાએ નગરપાલિકાના ચીફ ઓફીસર , શહેરી વિકાસ મંત્રાલય અને મ્‍યુનીસીપાલીટી કમિશનર રાજકોટ ને રજુઆતો કરી યોગ્‍ય કરવા માંગ કરી છે.

(11:04 am IST)