Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

સાવરકુંડલાના થોરડી ગામ રહેતા બાબુભાઇ ભગવાનભાઇ પરમારના ઘરનું લાઇટ બિલ ૫,૮૦,૧૫૧ આપ્‍યું

(ઇકબાલ ગોર દ્વારા) સાવરકુંડલા,તા. ૨૧ : પીજીવીસીએલનું વરવું પ્રદર્શન આડેધડ બિલ આપવતા હોવાનો કિસ્‍સો પ્રકાશમાં આવવું પામેલ છે.

સાવરકુંડલાના થોરડી ગામે રહેતા બાબુભાઇ ભગવાનભાઇ પરમાર એકદમ ગરીબ અને મજૂર માણસ છે તે તેમના ઘરે એક પંખો અને એક લેમ્‍પ બળે છે તેવી નાજુક સ્‍થિતીમાં બાબુભાઇ ભગવાનભાઇ પરમારને બે મહિનાનું બિલ પીજીવીસીએલ વાળાઓએ રૂપિયા ૫ લાખ ૮૦ હજાર અને ૧ એકસો ૫૧ રૂપિયા બિલ આપતા બાબુભાઇ પરમારના હોશ ઉડી ગયા હતા.

પીજીવીસીએલના બિલ આપતા કર્મચારીઓને કાઇ ખબર જ નો પડતી હોય અથવા અભણ હોય તે રીતનું પ્રતીત થાય છે બે મહિનાનું બિલ ૫,૮૦,૧૫૧ રૂપિયાનું બિલ તો મોટી મિલ વાળાને પણ નો આવતુ હોય તે પીજીવીસીએલ વાળા કર્મચારી બુધાઓને ખબર નહીં હોય ? આવી રીતે મનસ્‍વી રીતે બિલ આપનાર કર્મચારી વિરૂધ્‍ધ ફરિયાદ કરવાનું અરજદાર વિચારી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોરડી ગામે પીજીસવીસીએલ  વાળાઓએ ૩૦ હજાર કોઇને ૪૦ હજાર એમ ઘણા વ્‍યકિતઓને બિલ ફટકારેલ છે. 

(1:52 pm IST)