Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જામનગરમાં કાદર મોરવાડીયા બિલ વગર શેમ્‍પુ જેવા લિકવીડના જથ્‍થા સાથે ઝડપાયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૧ : જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુના સુચનાથી એસઓજીના આઇસી પો. ઇન્‍સ. આર.વી. વીંછીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જીના સ્‍ટાફ દિનેશભાઇ સાગઠીયાને ખાનગી રાહે હકિકત મળેલ કે ટીટોડી વાળી મહમદી એપાર્ટમેન્‍ટની બાજુમાં રહેતો કાદર  સુલેમાનભાઇ મોરવાડીયા કોઇ બીલ કે આધાર વગરના ગેરકાયદેસર શેમ્‍પુ જેવો લીકવીડનો જથ્‍થો રાખી તેનું વેચાણ કરે છે. શેમ્‍પુ જેવો લિકવીડનો કુલ ૭ ડ્રમ કુલ લીટર ૪૩૦ તથા નાની મોટી બોટલો મળી કુલ રૂા.૧૧,૭૦૦ના જથ્‍થો કોઇ બીલ કે આધાર પુરાવા વગર રાખી મળી આવતા સદરહુ લીકવીડના જથ્‍થાને શકપડતી મિલ્‍કત તરીકે સીઆરપીપીસી કલમ ૧૦ર મુજબ કબ્‍જે કરી મજકુર આરોપી વિરુધ્‍ધ કાયદેસર કાર્યવાહીક રેલ છે. આ કાર્યવાહી આઇસી પો.ઇન્‍સ.આર.વી.વીંછી તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:49 pm IST)