Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

પોરબંદરઃ લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૧ : માધવપુર ઘેડના યોગેશભાઇ ડી. નિમાવતે કલેકટરને રજુઆત કરીને લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરી છે.

આ રજુઆતમાં યોગેશભાઇ નિમાવતે કલેકટરને જણાવેલ છે કે માધવપુર (ઘેડ) ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેઓના ભાઇ મધુવન રોડ ઉપર આવેલ સરકારની જમીન ઉપર પેશકદમી કરેલ હોય અને સરકારની જમીન પર વર્ષોથી મેળા દરમિયાન બહારથી આવતા મહેમાનો માટે પાર્કિગ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો તે સરકારની જમીન હોય પરંતુ હાલ તેના પર પેશકદમી કરી ખેતી ઉત્‍પન્‍ન કરવામાં આવે છે.

માધવપુરના ખાવડા વાડી વિસ્‍તારના ખરાબાની જગ્‍યા હોય ત્‍યાં પેશકદમી કરી પાકુ મકાન બનાવવામાં આવેલ હોય તેવું જાણવા મળેલ તો તેની તાત્‍કાલીક ચોકકસ ખરાઇ કરી તે પેશકદમી દુર કરવામાં આવે તેવીમાંગ યોગેશભાઇ નિમાવતે કલકેટરને રજઅુાતમાં જણાવેલ છે. 

(1:50 pm IST)