Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

પોરબંદર : ગેસના બાટલામાં વારંવાર ભાવ વધારાથી સામાન્‍ય વર્ગ હેરાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૨૧ : કેટલાક દિવસથી રાંધણ ગેસના બાટલમાં વારંવાર ભાવ વધારો ઝીંકવામાં આવતો હોય સામાન્‍ય વર્ગના લોકો હેરાન થઇ ગયેલ છે.

રાંધણ ગેસ ઉપરાંત અન્‍ય ચીજ વસ્‍તુઓના વધતા ભાવથી નાના માણસો ઊંચા વ્‍યાજે કરજ લેવા લાગ્‍યાં છે બીજી બાજુ સરકારની કલ્‍યાણકારી યોજના પોકળ સાબિત થઇ રહી છે. છેલ્લા દિવસોમાં રાંધણ ગેસમાં ફરી બે વખત ભાવ વધારો કરવામાં આવ્‍યો છે.  એક વર્ગ એવુ માને છે કે, વધતી મોંઘવારીમાં લોકોની સહનશક્‍તિની હદ આવશે ત્‍યારે તેમનો રોષ રોકવો પણ મુશ્‍કેલ બને તેવી સ્‍થિતી પણ આવી છે. 

(1:51 pm IST)