Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાજુલાના ભાક્ષી ગામે કવોરી લિઝના કારણે ઘાતરવડી ડેમને નુકસાન અંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા મુલાકાતે

આવતા દિવસો ભાક્ષી નજીક ક્‍વોરી થઇ શકે છે બંધ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૨૧:  જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા રાજુલા જાફરાબાદ વિસ્‍તારની મુલાકાત કરવામાં આવી છે જેમા ૪ જેટલા ગામડામા રૂબરૂ પોહચી મુલાકાત કરવામાં આવી છે જેમાં રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ક્‍વોરી લિઝ ધાતરવડી ડેમ ૧ ની બરાબર બાજુમાં હોવાને કારણે અહીં વાંરવાર ક્‍વોરીમાં થતા બ્‍લાસ્‍ટિંગના કારણે અહીં ડેમને સુધી અસર થઈ રહી છે જેના કારણે અગાવ ચીંચાઈ વિભાગ દ્વારા પણ સરકાર સુધી લેખિત રજુઆત કરાય હતી જેના કારણે છેલ્લા કેટલાય સમયથી આ ધાતરવડી ડેમ ૧ ઉપર મોટું જોખમ જોવા મળી રહ્યું છે અગાવ આ ક્‍વોરી ઓ બંધ કરવા માટે પણ રજૂઆતો કરાય હતી જે સંદર્ભે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા સ્‍થળ વિજીટ કરવામાં આવી છે જેમાં ક્‍યાં લિઝ એરિયા છે ધાતરવડી ડેમ નું કેટલું અંતર છે આ પ્રકારની રૂબરૂ પહોંચી માહિતી મેળવી હતી જયારે આવતા દિવસોમાં આ લિઝ સરકાર દ્વારા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

આ ઉપરાંત રાજુલા શહેરના ખાતે વિશ્રામગૃહ નું કામ ચાલી રહ્યું છે તેની સમીક્ષા કરી હતી અને રાજુલાના કોટડી ગામ તથા બલાણા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તલાટી દફતરીની ચકાસણી કરવામાં આવી હતી ત્‍યારબાદ જાફરાબાદના સાકરીયા ગામની પણ મુલાકાત લીધી હતી.

(12:09 pm IST)