Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગોહિલવાડ પંથકમાં છેલ્લા અઠવાડિયાથી માવઠાનો માહોલ:ભાવનગરમાં સાંજે કમોસમી વરસાદી ઝાપટા

ભાવનગર શહેરમાં આજે સાંજે કમોસમીવરસાદી ઝાપટા વરસી ગયા હતા.

ગોહિલવાડ પંથકમાં હજુ પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઊભો થતાં ખાસ કરી ખેડૂતોમાં જ ચિંતા ની લાગણી ફેલાય છે. છેલ્લા એક સપ્તાહથી ભાવનગર માં માવઠાનો માહોલ જળવાઈ રહ્યો છે. આજે સાંજે શહેરમાં વરસાદી ઝાપટા વરસી ગયા હતા. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડીગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67% અને પવનની ઝડપ 22 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(9:41 pm IST)