Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

લોધીકાના પાળ જખરાપીર દાદાના સાનિધ્‍યમાં ચાલી રહેલ શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું રસપાન કરતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા

(બી.એમ. ગોસાઇ દ્વારા)લોધીકા તા. ૨૧ : લોધીકા તાલુકાના પાળ ગામે શ્રી જખરાપીર દાદા તેમજ શ્રી ખોડિયાર માતાજી તથા બીરાજમાન શ્રી દેવી દેવતાઓની કળપા થી પાળધામે કથાના વક્‍તા  ક્ષીપ્રાગીરીજી બાપુ (બાપજી) પાલનપુર વાળા  વ્‍યાસાસનેથી સંગીતમય કથાનું રસપાન કરાવી  રહેલ છે. તમારા ધરમાં શાષા અને સષા રાખવા તે આપણું રક્ષણ કરે છે સષા મારવા માટે નહીં  રક્ષણ માટે  તમારા ધરમાં રાખો માગે તે ગુરૂ નહીં ગુરુ વર્ષમાં એક વખત માંગે તે ગુરૂ પૂર્ણિમાના દિવસે  યથાશક્‍તિ દાન કરવું તે આપણી ગુરુ દક્ષિણા છે. તેમ શ્રી ક્ષીપ્રાગીરીજી બાપુએ કથામાં કહ્યું.

આ શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું રસપાન કરવા ગુજરાત રાજ્‍યના સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ મનહરભાઈ બાબરીયા ઉપસ્‍થિત રહેલ. રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા, પાળ સરપંચ રાજેશભાઈ ટીલાળા, ઉપસરપંચ ભુપતભાઇ વસોયા, શ્રી જખરાપીર દાદા મહંત શ્રી બચુબાપુ, યુવા ભાજપ ઉપપ્રમુખ જગદીશભાઈ ટીલાળા, તાલુકા પંચાયત અધ્‍યક્ષ ધનશયામભાઇ ભુવા, શાપર વેરાવળ સરપંચ રવિરાજસિહ જાડેજા, દિનેશભાઇ બગથરીયા, ઢોલરા રમેશભાઈ, પરમાર કાંગસિયાળી વિક્રમભાઈ વાંક સહિતના ઉપસ્‍થિત રહેલ તેમજ વ્‍યાસ આસને બિરજમાન શ્રી ક્ષીપ્રાગીરીજી બાપુના મુખેથી શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું શ્રવણ કરેલ તેમજ શ્રી ક્ષીપ્રાગીરીજી બાપુ તેમજ જખરાપીર દાદા મંદિરના મહંત શ્રી બચુબાપુના આશિર્વચન લિધેલ હતા

(10:18 am IST)