Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જસદણ પોલીસ વિભાગ દ્વારા રક્‍તદાન યોજાયો

જસદણ : રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને ડીવાયયએસપી કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ  જસદણ સરકારી હોસ્‍પિટલ ખાતે રવિવારે યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં કુલ ૮૪ લોકોએ રકતદાનની ફરજ નિભાવી હતી. જસદણ પોલીસ સ્‍ટેશન દ્વારા યોજાયેલા આ રક્‍તદાન કેમ્‍પમાં રક્‍તદાન કરનાર તમામ રક્‍તદાતાઓને નરેશભાઈ દરેડ, મહાવિરભાઈ વાળા, અશોકભાઈ  ચાવ, જયસુખભાઈ સંખાળવા, નીરજભાઈ શર્મા, વિજયભાઈ રાઠોડ, જેસભાઈ ભરવાડ વગેરે દ્વારા જુદી જુદી ગિફ્‌ટ  આપવામાં આવી હતી. ઉપરાંત રક્‍તદાન કરનાર તમામ દાતાઓનું  સરકારી હોસ્‍પિટલ ખાતે બોડી ચેકઅપ કરી દેવામાં આવ્‍યું હતું. પોલીસ પ્રજાનો મિત્ર અને પોલીસ દ્વારા માનવતા અને લોક સેવાના ભાગરૂપે જસદણમાં પોલીસ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. જસદણ પીઆઈ તપનભાઈ જાની સહિતના સ્‍ટાફે પણ રક્‍તદાન કર્યું હતું.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેશ કલ્‍યાણી - હુસામુદ્દિન કપાસી જસદણ)

(10:16 am IST)