Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2024

મોરબીના ઘૂટું નજીક કેમિકલ ટેન્કર ખાલી કર્યા પછી ગ્રામજનોએ ઝડપી લીધું, ધારાસભ્ય અમૃતિયા કેમ છોડાવવા મથામણ કરતા રહ્યા ?

જોકે ધારાસભ્ય ટેન્કર ખાલી હતું અને તેને છોડાવ્યું તેવો વિડીયો જાહેર કર્યો બીજી તરફ જીપીસીબી ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હોવાની માહિતી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી પંથકમાં અનેક ઉધોગોના વિકાસ થયા છે મોટા પ્રમાણમાં ઉદ્યોગને પગલે હજારો નહિ લાખો લોકોને રોજગારી મોરબી શહેર અને જીલ્લો આપી રહ્યું છે જોકે વધતા વિકાસની સાથે પ્રદુષણનો પ્રશ્ન પણ માજા મૂકી રહ્યો છે અનેક ફેક્ટરી સંચાલકો બેદરકારી દાખવી કેમિકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરતા હોય છે ત્યારે આવો જ કિસ્સો ઘૂટું ગામે પ્રકાશમાં આવ્યો છે જ્યાં ગ્રામજનોએ ખાલી ટેન્કર ઝડપી લીધું હતું અને એ ટેન્કરમાં કેમિકલ ભરેલ હોય જે ઘૂટું ગામ નજીક ઠાલવ્યું હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે
   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઘૂટું ગામ નજીક ગત રાત્રીના કેમિકલ ભરેલ ટેન્કર ઠાલવવામાં આવ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા અને રાત્રીના ગ્રામજનોએ ટેન્કર ઝડપી પાડ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી ટેન્કરમાંથી જીપીસીબી ટીમે સેમ્પલ લીધા હોવાનીં પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે તો આ ઘટના અંગે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જાહેર કરેલ વિડીયોથી વિરોધાભાસ સર્જાયા છે વિડીયોમાં ધારાસભ્ય જણાવી રહ્યા છે કે ટેન્કર ખાલી હતી રાત્રે ૧૨ વાગ્યે ફોન આવ્યો અને કોન્ટ્રાકટરને મદદની જરૂર હતી તો અઢી કલાક સુધી જાગીને તેઓએ મદદ કરી હતી મોરબીમાં સારું કામ થાય તેના માટે તેઓ સતત કાર્યરત છે કોન્ટ્રાકટર સારા કામ કરે અને જરૂરત પડે ત્યારે તેમની સાથે ઉભા હોવાનું જણાવ્યું હતું ટેન્કર ખાલી હતી જે ગ્રામજનો પકડીને હેરાન કરતા હોવાથી છોડાવ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે
   બીજી તરફ ગ્રામજનોએ ટેન્કરમાં ભરેલ કેમિકલ ગામ નજીક ખાલી કર્યાના આક્ષેપો કર્યા હતા એટલું જ નહિ જીપીસીબી ટીમે સેમ્પલ લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ધારાસભ્ય કેમ ટેન્કરના માલિકને બચાવવાની પેરવી કરી રહ્યા છે તે મોટો સવાલ છે ?
ટેન્કર ચાલકને ધારાસભ્ય પાછો આવતો રહે કહેતા હોય તેવો વિડીયો વાયરલ
ઘૂટું ગ્રામજનોએ કેમિકલ ખાલી કર્યા બાદ ટેન્કર ચાલકને ઝડપી લીધો હતો જે મોબાઈલમાં કાન્તિલાલ અમૃતિયા સાથે વાતચીત કરતો જોવા મળે છે તેવો વિડીયો વાયરલ થયો છે જેમાં કાન્તિલાલ તું ભેગો ભેગો શું કામ ફરશ પાછો આવતો રહે તેવું બોલતા સાંભળી સકાય છે જોકે વિડીયોની પુષ્ટિ કરી શકાતી નથી
ટેન્કર ચાલકે કાન્તિલાલના સાળાનો ટાંકો હોવાનો સ્વીકાર કર્યો
તો ગ્રામજનોએ ઝડપી લીધેલા ટેન્કર ચાલકનો વિડીયો બનાવ્યો હતો જેમાં ટેન્કર ચાલક કબુલાત આપે છે કે હળવદથી ભરી આવ્યા હતા અને માથકના મુકેશ ભરવાડે ખાલી કરવાનું કીધું હતું તો તે સાથે જગ્યા બતાવવા પણ આવ્યા હતા ટાંકો કોનો છે તેવું પૂછતાં ભરતભાઈ કાંતિભાઈ અમૃતિયાના સાળાનો હોવાનું ટેન્કર ચાલક જણાવી રહ્યો છે જોકે ખાલી કર્યા અંગે ગોળગોળ જવાબ આપે છે તે રોડ પર ઉભો હતો અને સાથે આવ્યો હતો તેને ખાલી કર્યો હશે તેવું બોલતો જણાઈ આવે છે
ગામ પાસે અવારનવાર કેમિકલ ઠાલવી જાય છે : દેવજીભાઈ પરેચા
સામાજિક અગ્રણી દેવજીભાઈ પરેચા જણાવે છે કે ગ્રામજનોએ કેમિકલ ટેન્કર પકડી લીધું હતું અને તેને નામ કહી દો કોનું છે એટલું જ જાણવું હતું કેમિકલ એવું હતું કે ત્યાં હાજર લોકોને આંખમાં બળતરા થવા લાગી હતી અને જે ટેન્કર પકડ્યું હતું તેના ક્લીનર સાથે કાંતિભાઈ ફોનમાં વાત કરતા હતા કે તું ત્યાંથી વયો જા નેતા આવું કેમ કરે છે તે સવાલ છે કેમિકલ ગાડીમાં આવું કરતા હોય તે દુખદ છે ગ્રામજનોએ ટેન્કરમાં કોઈ નુકશાન કર્યું નથી ક્યાં કારખાનેથી ભરીને આવો છો તેની માહિતી માંગી હતી જોકે પકડાયેલા ઇસમેં નામ આપ્યું નથી જીપીસીબીએ સેમ્પલ લીધા છે પરંતુ કાર્યવાહી થશે કે કેમ તેની આશંકા વ્યક્ત કરી હતી તેમજ કાંતિભાઈએ ક્લીનર સાથે ફોનમાં વાત કરી અને ત્યાંથી ચાલ્યો જા તેવું કહ્યું હતું અને બાદમાં ગાડીઓ લઈને કેટલાક ઈસમો આવ્યા હતા જે સામે પાનની દુકાને ઉભા હતા અને સિગરેટ પીને નીકળી ગયા હતા જેથી પોલીસને તમે કાર્યવાહી કરો તેમ કહ્યું હતું જોકે ગાડી પોલીસને સોપ્યા બાદ રાતોરાત પોલીસ સ્ટેશનથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે તો રોજ રાત્રે આવા કેમિકલ ઠાલવવા આવે છે ત્યારે ગ્રામજનો રોજ રાત્રે જાગે શું ? કેનાલમાં ખાલી કરે છે જેથી પાણી પ્રદુષિત થાય છે આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે
સેમ્પલ લીધા છે, લેબ રીપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે : જીપીસીબી અધિકારી
જીપીસીબી અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે ઘૂટું ગામે રાત્રીના ટેન્કર ખાલી કરવા ગાડી આવી હોવાની ફરિયાદ મળતા ટીમ પહોંચી હતી જે ટેન્કર ખાલી કરવામાં આવ્યું હતું તેમાંથી સેમ્પલ લીધા હતા તેમજ ગ્રામજનોએ સ્થળ બતાવતા સ્થળ પરથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે હાલ સેમ્પલ રાજકોટ લેબમાં મોકલ્યા છે જેનો રીપોર્ટ આવ્યા બાદ કયું કેમિકલ છે તે સ્પષ્ટતા થશે તો ગ્રામજનોએ પકડેલું ટેન્કર ત્યાં જ રાખ્યું હતું અને જીપીસીબી સેમ્પલ લઇ લે બાદમાં પોલીસને સોપીશું તેવું જણાવ્યું હતું

 

(12:55 am IST)