Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

હળવદ પાસે અકસ્માતઃ દંપતિ સહિત ૩ના મોત

હળવદઃ નજીક આજે સાંજે સર્જાયેલા અકસ્માતમાં દંપતિ સહિત ૩ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કંડલા પોર્ટના કર્મચારી જોસેફભાઇ ચાપો (ઉ.વ.૪૦), તેમના પત્નિ લીલાબેન અને ડ્રાઇવર મીર મહમદ ઇસ્માઇલ કાર લઇને અમદાવાદથી કંડલા પોર્ટ જઇ રહ્યા હતા.

ત્યારે હળવદથી ૨ કિ.મી. દુર ગોપાલધામ નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પર પાછળ કાર ઘુસી ગઇ હતી.

જેમા ઘટના સ્થળે જોસેફભાઇ ચાપો, લીલાબેન અને ડ્રાઇવર સહિત ૩ ના ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

પીએસઆઇ ચંદ્રકાંત શુકલ અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(8:28 pm IST)