Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય બફારો

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે.

સવારના સમયે સૂર્ય નારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે અસહ્ય ગરમી સાથે ઉનાળા જેવુ વાતાવરણ અનુભવાય છે અને બપોરે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ગરમીની અસર વધુ અનુભવાય છે.

સોરઠમાં સવારે ગુલાબી ઠંડી-બપોરે આકરો તાપ

જૂનાગઢ : સોરઠ વિસ્તારમાં સવારે ગુલાબી ઠંડી બાદ બપોરે આકરો તાપ શરૂ થતાં લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

જૂનાગઢ ખાતે સવારનું લઘુતમ તાપમાન ૧૯.૧ ડીગ્રી નોંધાયુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪પ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૪ કિ.મી.ની રહી હતી.

(12:55 pm IST)