Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગોંડલ યાર્ડમાં પિતા-પુત્ર પર ખુની હુમલો

તોલમાપની ચિઠ્ઠી આપવા બાબતે ૩ શખ્સો છરીથી તૂટી પડયાઃ લાલજીભાઇ મકવાણા અને તેના પુત્ર ચેતન હોસ્પીટલમાં

રાજકોટ, તા., ર૧: ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં તોલમાપની ચિઠ્ઠી આપવા પ્રશ્ને ડખ્ખો થતા પિતા-પુત્ર પર છરીથી ખુની હુમલો થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભગવતપરામાં રહેતા લાલજીભાઇ રવજીભાઇ મકવાણા તથા તેના પુત્ર ચેતન પર ગઇકાલે ગોંડલ નવા યાર્ડમાં મુકેશ નાથા નથવાણા, જયંતી નાથા મકવાણા તથા કિરીટ નાથા મકવાણા (રહે. ત્રણેય ભગવતપરા)એ છરીથી હુમલો કરતા લાલજીભાઇ અને તેના પુત્ર ચેતનને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ગોંડલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડમાં લસણના છાપરા નીચે તોલમાપની ચિઠ્ઠી આપવા બાબતે ઝઘડો થતા ઉકત ત્રણેય શખ્સો છરી સાથે પિતા-પુત્ર  પર તુટી પડયા હતા. બનાવ અંગે રવજીભાઇ મકવાણાની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ઉકત ત્રણેય શખ્સો સામે આઇપીસી ૩૦૭ અ ને ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)