Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રવિવારે ભાવનગરમાં મેરેથોન દોડ

ભાવનગર તા.૨૧: મહાપાલિકા, પોલીસતંત્ર અને વહીવટીતંત્ર દ્વારા પ્રથવાર મેરેથોન દોડનું તા.૨૫ને રવિવારે આયોજન કરાય છે જેમાં ૭૬૦૦ લોકોેએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ આંકડો દસ હજાર સુધી પહોંચે તેવી આશા છે તંત્ર દ્વારા પર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

જવાહર મેદાનમાં વિવિધ ગેટ અને પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. દોડવીરોને કીટ વિતરણ પણ કરાશે. આ આયોજનમાં અનેક સંસ્થાઓના કાર્યકરો સાથ આપી રહ્યા છે. આ વખતે મેરેથોનમાં ૨૧ કિ.મી.ના રૂટ પર દોડીને માતબર ઇનામ મેળવવા દેશ અને વિદેશથી દોડવીરો આવી રહ્યા છે.

(11:25 am IST)