Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ભાવનગર જિલ્લામાં ૨ સ્થળે દાગીના સહિત ૩ લાખની ચોરી

ભાવનગર તા.૨૧: તળાજા રોડ કાલિકા પાર્ક સોસાયટીમાં રહેતા રમાબેન રોબર્ટભાઇ વ્યાસ નામની મહિલા પોતાનું મકાન બંધ કરી તેમના મકાનમાં કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂ.૨,૦૩,૦૦૦ની ચોરી કરી કોઇ નાસી ગયાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

ચોરીના બનાવમાં રમાબેને ભરતનગર પોલીસ મથકમાં શકદાર તરીકે તેના દિયરની પુત્રી બોનીબેન સેમ્યુલભાઇ વ્યાસ તથા નણંદનો દિકરો જોઇ હેનરીકભાઇ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવનગર જીલ્લાના વરતેજ તાબેના સીદસર ગામે રહેતા કોળી મનજીભાઇ મેરાભાઇ ગોહિલ પોતાનું મકાન બંધ કરી વાડીએ ભાગ્યુ રાખેલ હોયત્યાં કામ માટે ગયા હતા. તે વેળાએ તેમના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાંથી સોના ચાંદીના દાગીના કિમત રૂ.૯૯ હજારની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. આ બનાવની મનજીભાઇએ વરતેજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

છરી વડે હુમલો

કાજીવાડ વિસ્તારમાં રહેતા મુનાફભાઇ અલીભાઇ કુરેશી (ઉ.વ.૫૨) ને રીક્ષા ચલાવી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે રીક્ષા ચાલક મુનાફભાઇ સાંજના સુમારે ખારગેટ ચોકમાં તેની રીક્ષા લઇને ઉભા હતા તે વેળાએ ક.પરા વિસ્તારમાં રહેતા વાઘાભાઇ ભરવાડ સાથે રીક્ષાના ભાડા બાબતે લડાઇ ઝગડો થયો હતો જેમા ઉશ્કેરાઇ જઇ વાઘાભાઇએ મુનાફભાઇને ગાળો આપી છરીના પેટમાં, પીઢમાં અને પગમાં છરીના ઘા  ઝીંકી નાસી ગયાની પોલીસ ફરીયાદ નોંધાતા ગંગા જળીયા પોલીસે આરોપી વાઘાભાઇ ભરવાડ સામે આઇપીસી કલમ ૩૨૬,૩૨૪ સહિતનો ગુનો નોંધી આ બનાવની પીએસઆઇ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)