Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કોટેશ્વર નજીક બીએસએફે પાકિસ્તાની બોટ ઝડપીને નાસી છૂટેલા માછીમારોને ઝડપવા સર્ચ ઓપરેશન

ભુજ તા. ર૧ :.. બીએસએફની ૧૦૮ બટાલીયને કોટેશ્વર ના દરિયામાં પેટ્રોલીંગ દરમ્યાન કોઠાવારી ક્રીક પાસે ઘુસી આવેલા ભારતીય જળસીમા માં માછીમારી કરતા માછીમારોને પડકાર્યા હતાં.

જો કે આ દરમ્યાન બોટ મુકીને પાકિસ્તાની માછીમારો નાસી છૂટયા હતાં. જવાનોએ બોટ ઝડપીને નાસી છૂટેલા માછીમારોને ઝડપવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

બોટમાં માછીમારીનો સામાન મળી આવ્યો છે. અન્ય કંઇ શંકાસ્પદ ચીજ વસ્તુ ન મળી હોવાનો ખુલાસો બીએસએફના આઇ. જી. ઇન્દ્રકુમાર મહેતાએ કર્યો છે.

(11:24 am IST)