Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગોંડલની ગુંદાળા ચોકડી સર્વિસ રોડ ઉપર પુલ બનાવવાનું ભૂલાઇ ગયું: વારંવાર જીવલેણ અકસ્માતો

ગોંડલ તા. ૨૧ : ટ્રાફિકથી સતત ધમધમતા માર્કેટીંગ યાર્ડ પાસે ગુંદાળા ચોકડીએ ઓવરબ્રિજ બન્યા બાદ હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પર પુલ બનાવવાનું જાણે ભુલાય જ ગયું હોય તેમ દાયકા બાદ પણ પુલ બનાવવામાં ન આવ્યા હોય વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, અને લોકોની બલી ચઢી રહી હોય હાઇવે ઓથોરિટી દ્વારા તુરંત જ સર્વિસ રોડ પર પુલ બનાવવા માં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હાઇવે ઓથોરિટી દ્વારા દાયકા પહેલા બનેલ ગુંદાળા ચોકડીએ ઓવર બ્રિજ પાસે અને માર્કેટિંગયાર્ડ નજીક હાઇવેની બંને સાઇડ સર્વિસ રોડ ઉપર પુલ બનાવવાનું ભુલાયું હોય જે આજ દિન સુધી ન બનતા અકસ્માતનું પ્રમાણ વધવા પામ્યુ છે જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ જગ્યા પર તાકીદે પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અને વાહનચાલકો જણસીઓ વેચવા માટે આવતા હોય આ જગ્યા પર રાતદિવસ ટ્રાફિક ધમધમતો હોય જેના કારણે સર્વિસ રોડ ઉપર ફૂલની અતિ આવશ્યકતા છે તો તંત્ર દ્વારા તાકિદે આ બાબતે યોગ્ય પગલા લેવાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

(11:22 am IST)