Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જુનાગઢ નોબલ એન્જીનીયરીંગ કોલેજમાં રોડીઝ સિઝન

 જૂનાગઢ : ટીવી ચેનલ ના શો રોડીઝની થીમ આધારિત ઇવેન્ટનું જુનાગઢની નોબલ એન્જીનીયરીંગ કોલેજના મીકેનીકલ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા સતત ૩ જી વખત આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સૌરાષ્ટ્રની વિવિધ સ્કુલ - કોલેજોમાંથી ૪પ૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ગ્રુપ ડીસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતાં. જેના દ્વારા પ૦ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. અને બીજા દિવસે વિવિધ ટાસ્ક રખાયા હતાં. જેમાં વિજેતા સ્પર્ધક હર્શ કટારીયા ને પ૦૦૦ રૂ. રોકડ પુરૂસ્કાર અને બીજા અને ત્રીજા સ્પર્ધક ને ૩૦૦૦ રૂ. અને ૧૦૦૦ રૂ.  આપવામાં આવ્યા હતાં. મીકેનીકલ વિભાગના હેડ પ્રોફેસર વસીમ મચ્છર એ સ્પર્ધકો, ઇવેન્ટના ર્સ્પોન્સર્સ જેમ કે કેડ-સેન્ટર જુનાગઢ, રાજાણી ગ્રુપ, મીકેનિકલ એન્જીનીયરીંગ વિભાગના સભ્યો, સ્ટાફગણ, પ્રીન્સીપાલશ્રી અને ટ્રસ્ટીગણનો આભાર વ્યકત કર્યો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(10:10 am IST)