Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જુનાગઢના વૃધ્ધ દંપતીને રાજયકક્ષાએ એથ્લેટીકસ સ્પર્ધામાં મેડલ

 જુનાગઢ તા. ર૧ :.. વડોદરાના માંજલપુર સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ખાતે તા. ૧૪ અને ૧પ ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની સીનીયર સીટીઝન માટેની એથ્લેટીકસ સ્પર્ધાનું આયોજન કરવામં આવેલ. જેમાં જૂનાગઢના ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ દંપતી સ્પર્ધામાં ભાગ લેવા ગયેલા તેઓએ યુવાનો જેવો જોસ દાખવી મેડલ મેળવ્યા છે.

પીજીવીસીએલ (જીઇબી) ના નિવૃત કર્મચારી ૭૧ વર્ષના શ્રી દિનેશભાઇ જન્મશંકરભાઇ જોષીએ પાંચ કિલો મીટરની ઝડપી ચાલમાં ત્રીજા નંબરે વિજેતા થઇ મેડલ મેળવ્યો છે. જયારે તેમના પત્ની ૬૪ વર્ષના શ્રીમતી તરૂબેન દિનેશભાઇ જોષીએ મહિલાઓની સ્પર્ધામાં ૩ કિલો મીટર ની ઝડપી ચાલમાં ત્રીજા નંબરે વિજેતા થઇ મેડલ મેળવેલ છે. આ બ્રાહ્મણ દંપતીએ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનું સમસ્ત બ્રહ્મસમાજ તેમજ સીનીયર સીટીઝન મંડળ જૂનાગઢ અને ગુજરાત રાજયની રમત ગમત કચેરીઓનું ગૌરવ વધારેલ છે.

(3:55 pm IST)