Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વડવાઓએ આપેલ સંસ્કારો, પ્રતિષ્ઠાને ઉજાગર કરવા શિક્ષણ કાર્યના માધ્યમથી શ્રેષ્ઠ સમાજ નિર્માણ કરીએઃ પરસોત્તમભાઇ રૂપાલા

ગોંડલમાં રૂ. ૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર બાલુભાઇ પટેલ વિદ્યાપીઠનો નવપ્રસ્થાન કાર્યક્રમ સંપન્ન

ગોંડલ તા. ૨૧ : ગોંડલ ખાતે સર ભગવતસિંહજીના સમયથી શિક્ષણના હેતુથી શરુ થયેલ સૌરાષ્ટ્રની સૌથી જુની શૈક્ષણિક સંસ્થા આજે વટવૃક્ષ બની ગાંધી વિચારધારા મુજબ શિક્ષણકાર્ય કરી રહી છે તેના સ્થાપના નામ સાથે જોડાયેલ શ્રી બાલુભાઈ પટેલ વિદ્યાપીઠનો નવપ્રસ્થાન કાર્યક્રમઙ્ગકેન્દ્રીય ક્રૃષિ મંત્રી,ઙ્ગખેડુત કલ્યાણ અને પંચાયતી રાજ વિભાગના રાજયમંત્રી પરષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

રૂ. ૭ કરોડના ખર્ચે બીલીયાળા નજીક નેશનલ હાઈવે ઉપર ગાંધી વિચારધારાને વરેલઙ્ગબાલુભાઈ પટેલના કાર્યોનો સર્વે સમાજને લાભ મળે તે પ્રકારની બોર્ડીંગમાં રહી દેશ અને વિદેશમાં સ્થાયી થયેલ પટેલ સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી આ બોર્ડીંગ વિદ્યાપીઠ નિર્માણ પામશે.

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમ રૂપાલાએ દિપપ્રાગટ્ય કરી વિદ્યાપીઠના નવપ્રસ્થાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ઙ્ગવર્તમાન સમયની માંગને ધ્યાને રાખીને રાજય અને કેન્દ્ર સરકાર કેળવણીના અનેક નવા આયામો ખોલી રહી છે. ત્યારે બાલુભાઈ પટેલઙ્ગકે જે આઝાદી પછીના શૈક્ષણિક ક્ષેત્રના શ્રેષ્ઠ દોરવણીકાર હતા તેના સિધ્ધાંતોને આ વિદ્યાપીઠમાં ચરિતાર્થ કરી દરેક સમાજના શૈક્ષણિક પાયાને વધુ મજબુત બનાવીએ તે સાથે સાથે વધુ ફીવાળી સંસ્થામાં જ બાળકને સારૂ શિક્ષણ મળશે તેવા ભ્રામક વિચારોમાંથી બહાર નીકળી આજની પેઢીને મૂલ્યવર્ધક શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે વાલીઓ સમજદાર બને અને આપણા વડવાઓએ આપેલ સંસ્કારો,ઙ્ગપ્રતિષ્ઠાને ઉજાગર કરવા શિક્ષણકાર્યમાં નમ્ર બની શ્રેષ્ઠ સમાજ નિર્માણ કરવા સૌ કટીબધ્ધ થઈએ.

આ પ્રસંગે અમેરિકાથી પધારેલ બાલુભાઈ પટેલના પુત્ર ડો. અશોકભાઈએ સૌનો ઋણ સ્વીકાર કરી શૈક્ષણિક ક્ષેત્રની કામગીરીના સહયોગીઓને બીરદાવ્યા હતા.

જેરામભાઈ વાસજાળીયાએઙ્ગપાટીદાર સમાજની પ્રગતી અને વિકાસ થયો છે તેના પાયામાં વડીલોએ જે શિક્ષણનલ પાયો નાખ્યો હતો તેને આભારી છે તેમ જણાવ્યું હતું અને સીદસર ટ્રસ્ટમાંથી માં ઉમીયાની પ્રસાદીરૂપેબાલુભાઈ વિદ્યાપીઠને રૂ. ૧૦ લાખની સહાય કરી હતી.

આ તકે ગોંડલ અગ્રણી જેન્તીભાઈ ઢોલ,ઙ્ગબી.જે.ધોડાસરા,ઙ્ગદીનેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું તેમજ દાતાશ્રીઓનું સન્માન કરેલ હતું.

આ પ્રસંગે ડો. તરૂલતાબેન પટેલ, ચંદુભાઈ અધેરા, જેન્તીભાઈ કાલરીયા, પરસોતમભાઈ ફળદુ, મનસુખભાઈ પટેલ, વેલજીભાઈ દેસાઈ, ડી.એન.ગોલ, ઠાકરસીભાઈ મેતલિયા, મનીષભાઈ ચાંગેલા સહિત અનેક સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૬)

(9:27 am IST)