Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મહારકતદાન કેમ્પ

મોરબી : મોરબી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી - જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્ય - મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - મોરબી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના તમામ સંગઠનોએ જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો અને રકતદાન કરનાર તમામને દીવાલ ઘડિયાળ પ્રવિણભાઇ સોરીયા ક્રેઝ લેમીનેટ્સ તરફથી અને પ્રમાણપત્ર, ફોલ્ડર, તેમજ કેમ્પ માટેના બેનરનો ખર્ચ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ડો. જયદિપ કાચરોલા અર્પણ હોસ્પિટલ મોરબી તરફથી થેલી આપવામાં આવેલ અને તમામ રકતદાતાઓ માટે ચા-કોફી અને બિસ્કિટનો ખર્ચ ભગવાનભાઈ કુંભરવડીયા પ્રમુખ ઉચ્ચત્ત્।ર માધ્યમિક સંઘ તરફથી આપવામાં આવેલ આયોજનને બિરદાવવા માટે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા વિકાસ અધિકારી, કડવા પાટીદાર કેળવણી મંડળના સંચાલક ટ્રસ્ટી વલમજીભાઈ અમૃતિયા, બેચરભાઈ હોથી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ વિભાગને કોરોના કાળમાં આવા માનવતા પૂર્ણ કાર્ય બદલ અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા, કેમ્પને સફળ બનાવવા તાલુકા જિલ્લાના તમામ સંગઠનો અને શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(1:32 pm IST)
  • દેશની ચારેય ટોચની તપાસનીશ સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવવા કસરત શરૃ : મોદી સરકાર ગંભીર રીતે દેશની ટોચની તમામ તપાસનીશ સંસ્થાઓને એક જ વડાના આધિપત્ય નીચે લાવવા ગંભીરતાથી વિચારી રહી છે જેમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ), ડીઆરઆઈ (ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ), ડીઓડબલ્યુ (ઈકોનોમીક ઓફેન્સ વિંગ) અને એફએસઆઈઓ (સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફીસ) આ તમામને એક જ છત્ર નીચે અને એક જ અધિકારીના વડપણ હેઠળ લાવવા મોદી સરકાર માગે છે : આગામી ૧લી ફેબ્રુઆરીના કેન્દ્રીય બજેટમાં અથવા તો તેના પછી જાહેરાત થઈ શકે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. access_time 3:32 pm IST

  • કોરોના વેક્સીન લેવાનો અનુભવ કેવો રહ્યો ? : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીના નાગરિકો સાથે આવતીકાલ શુક્રવારે વિડિઓ કોન્ફરન્સથી વાતચીત કરશે access_time 6:17 pm IST

  • આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવત શનિ-રવિ રાજકોટમાં :મોહન ભાગવતજી સંઘના અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સમાજની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા - વિચારણા કરશે : કોરોના કાળના પગલે પ્રેસવાર્તા કે કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે નહિં access_time 1:07 pm IST