Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

યુ.કે.ના નાગરિકોને માળિયામિંયાણામાંથી ફોન પર ધમકી તમારો ટેકસ બાકી ભરો નહિતર કાયદેસરની કાર્યવાહી થશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૧ : માળિયાના મોટી બરાર ગામેથી યુ.કે ના નાગરિકોને ફોન કરી ધમકી આપવામાં આવતી હતી કે તમારો ટેકસ બાકી છે ભરો નહિ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે કારનું કોલ સેન્ટર ચાલતું જે માળીયા પોલીસને ધ્યાનમાં આવતા ત્યાં રેડ કરી પોલીસ અમદાવાદમાં રહેતા એક મહિલા સહીત ૯ શખ્સો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી રૂપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે

બનાવની મળતી વિગત મુજબ માળીયા ના પી.એસ.આઈ એન.એચ. ચુડાસના ની સૂચનાથી ભગિરથસિંહ ઝાલા નાઈટ પેટ્રોલીંગ હતા ત્યારે ત્યારે મોટી બરાર ગામે એક બે માળના મકાનમાં કેટલાક લોકો ભેગા થઈ કોલ સેન્ટર ચલાવે છે આ લોકો આઈ.બી.એમ સોફ્ટવેર નો ઉપયોગ કરી યુ.કે. નાગરિકો પાસેથી તમારો ટેકસ બાકી છે એમ કહી કોલ કરી ધમકી આપી અને અનધિકૃત રીતે પાઉન્ડ માં નાણાં ની છેતરપીંડી કરી રહ્યા છે જેથી ષ્ટસ્નજ્ઞ્ સૂચના મુજબ અન્ય પોલીસ કર્મી જે.કે.ઝાલા, યુવરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા,આશિષભાઈ ડાંગર  સહિતના પોલીસ કર્મીઓ સાથે સાથે મળીને ત્યાં રેડ કરતા આઠ જેટલા શખ્સોએ લેપટોપ પર આ છેતરપીડી આચરાતા માલુમ પડ્યા હતા સમગ્ર કોલસેનટરનું સંચાલન વિકાસ સુરેન્દ્ર ત્યાગી રહે અમદાવાદ વાળો કરી રહ્યો હતો અહીંથી પોલીસે કુલ નવ શખ્સોએ જેમાં ૧ વિકાસ સુરેન્દ્ર ત્યાગી ૨ મીરેશ જયેશભાઈ શાહ ૩ જીતું સ્બાસ્તીન જ્યોજ ૪ નરેન્દ્રસિગ ચેન્સીગ રાઠોડ ૫ ઉમેશ હરેશકુમાર હીરાન્દાની ૬ રાજેશ રુબન ટોપન ૭ આકાશ યશવતકુમાર રાવલ ૮ કૌશલ કિરીટભાઈ પટેલ અને ૯ રીમાંબને દિનેશભાઈ સોલકી રહે બધા અમદાવાના અલગ અલગ વિસ્તારમાં કુલ ૯ શખ્સોને સ્થળ પરથી પોલીસે ૯ લેપટોપ,એક કોમ્પુયર,૩ મોબઈલ અને એક રાઉટર સહિત રૂપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતોં આમ માળિયા તાલુકાના નાના એવા બરાર ગામેથી યુ.કે ના લોકોને ધમકી આપતો કોલ સેન્ટર ચાલતો હોવાથી ચકચાર મચી જવા હતી.

(1:31 pm IST)