Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રોકાણકારોના ૧૦ કરોડનું ફુલેકુ ફેરવનાર જામનગરની ઓમ ટ્રેડીંગના ૭ શખ્સો સામે ફરીયાદ નોંધાવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: સીટી બી પોલીસ સ્ટેશનમાં રણવીર પ્રતાપસિંહ સુધાકરસિંહ એ ફરીયાદ નોંધાવી છે કે, ઓમ ટ્રેડીંગ ઓફીસ, નીયોસ્કવેર ઓફીસ નં.જી/૩૯માં ફરીયાદી રણવીર તેમજ સાહેદોને આરોપીઓ હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા, મહેન્દ્રભાઈ ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, તોસીફ બશીરભાઈ શેખ નાઓએ ઓમ ટ્રેડીંગમાં રૂપીયા રોકવાની લાલચ આપી ફરીયાદી રણવીરના રૂ.૩૩,૦૦,૦૦૦/– તેમજ સાહેદોના રૂ.ર,૭૭,રપ,૦૦૦/– મળી કુલ રૂ.૩,૧૦,રપ,૦૦૦/– તેમજ અન્ય કસ્ટમરના રૂપિયા મળી કુલ દસેક કરોડ રૂપિયા આરોપીઓ હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા, મહેન્દ્રભાઈ ધબ્બા, જય મહેન્દ્રભાઈ ધબ્બા, આશાબેન હિરેન ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, તોસીફ બશીરભાઈ શેખ, સંગીતાબેન (એકાઉન્ટન્ટ) મળી ગુન્હાહીત કાવતરૂ રચી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી જે રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઈ ફરીયાદી રણવીર તેમજ સાહેદોને મુદત પુરી થયે રૂપિયા પરત નહી આપી પૈસા ફેરવવાની યોજના કરી પૈસા ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી ઠગાઈ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

કડબાલ બસ સ્ટેશન પાસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ ગજેન્દ્રસિંહ સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, કડબાલ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર આરોપી હસમુખભાઈ નાથાભાઈ બગડા, રે. જામજોધપુરવાળો ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– તથા એક સફેદ કલરની ઈનોવા કાર જેના રજી.નં. જી.જે.–૦૩–એચ–૯૬૪૩ ની કિંમત રૂ.પ,૦૦,૦૦૦/– ની મળી કુલ રૂ.પ૦૦પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

જશાપર ગામે જુગાર રમતો ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ ભુપતસિંહ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, જશા પર ગામ પાસે આવેલ નદીના પટમાં જાહેરમાં આરોપી ગોવાભાઈ ધયણાતભાઈ જોગલ, રે. જશાપરગામવાળો ગંજીપતાનન પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.૬૬પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટ મેચનો જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

સીટી એ પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. પ્રતાપભાઈ ભુપતભાઈ ખાચર એ ફરીયાદ નોંધાવી છે કે, ખંભાળીયા નાકા બહાર, શીવહરી ટાવર પાસે, આરોપી ઈન્દ્રભાઈ સીવનદાસ સુખેજા, રે. જામનગરવાળો હાલમાં બાંગ્લાદેશમાં બાગ્લાદેશ તથા વેસ્ટઈન્ડીઝ વચ્ચે રમાતી વનડે સીરીજની ક્રિકેટ ટુનામેન્ટની મેચો મોબાઈલ ફોનમાં લાઈવ પ્રસારણ નિહાળી ગુગલક્રોમમાં ફન ૯૯૯ એકસચેન્જ નામની એપ્લીકેશનમાં ઓનલાઈનમાં આરોપી સાથે સેસન તથા મેચની હારજીત અંગે મોબાઈલ ફોનથી જુગાર રમી કપાત કરાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૬પ૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૮૬પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સાહીલભાઈ બ્લોચ ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતો શખ્સ ઝડપાયો

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. આફતાબભાઈ હુશેનભાઈ સફીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મેઘજી પેથરાજ સ્કુલની સામે, ઓટા પર જાહેરમાં આરોપી અલ્લારખાભાઈ જુસબભાઈ પીલુડીયા, રે. જામનગરવાળા વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રૂ.૧૧,૭૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જિંદગીથી કંટાળી જઈ યુવાને ઝેરી દવા પી જતા મોત

હાપા વાડી વિસ્તારમાં રહેતા જયાબેન પ્રકાશભાઈ સાખટ, ઉ.વ.રપ એ પંચ ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર પ્રકાશભાઈ જશાભાઈ સાખટ, ઉ.વ.રપ, રે. હાપા વાડી વિસ્તાર, સાકીલભાઈ ઈબ્રાહીમભાઈ મુસાણીની વાડીએ, તા.જિ.જામનગરવાળા પોતે પોતાના હાથે જિંદગીથી કંટાળી ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

મોટરસાયકલ સ્લીપ થઈ જતા યુવાનનું મોત

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પ્રવિણદાસ એચ.બાવનીયા એ પંચ ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર સંજયભાઈ રવજીભાઈ ખાણધર, ઉ.વ.૩ર, રે. ભાનુ પેટ્રોલ પંપ પાછળ, નદીના કાઠે, વાડી વિસ્તાર, જામનગરવાળા બપોરના એકાદ વાગ્યાની આસપાસ પોતે પોતાનું મોટરસાયકલ લઈને ઘરે થી સાઈડ પર કામ પર જતા હતા ત્યારે લાલપુર રોડ પહેલા ચંગા ગામની વચ્ચે પોતાનું મોટરસાયકલ સ્લીપ થતા પડી જતા માથા ના ભાગે ઈજા થતા જામનગર થી વધુ સારવાર માટે રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

ટ્રેન એન્જીનની ઠોકર લાગતા નાલામાં પડી જતા મહિલાનું મોત

અહીં હુશેની ચોકમાં રહેતા સુલતાનભાઈ ઈશાકભાઈ ખીરા, ઉ.વ.૪૬ એ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર શકીનાબેન સુલતાનભાઈ ઈશાકભાઈ ખીરા, ઉ.વ.૪પ, રે. ધરારનગર– ર, ટેકરી વિસ્તાર હુશેની ચોક, જામનગરવાળા મજુરી કામે જતા હોય અને સાતનાલા ટ્રેનના પાટા પરથી નાલુ ક્રોસ કરતી વખતે નાલા ઉપર સામેથી રેલ્વે એન્જીન આવી જતા ઠોકર લાગતા મરણજનાર શકીનાબેન નાલાથી નીચે પડી જતા મરણ થયેલ છે.

ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો કર્યાની રાવ

સીટી એ પોલીસ સ્ટેશનમાં અફસાનાબેન ઈમ્તીયાઝભાઈ ઓસમાણભાઈ રફાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, નદીપા રોડ, અંબાજીનો ચોક, સંઝરી એપાર્ટમેન્ટ, જામનગરમાં ફરીયાદી પોતાના સંઝરી એપાર્ટમેન્ટની સીડી ચડી રહેલ હતા ત્યારે આરોપી બેનઝરી મકસુદ ચાકી, રે. જામનગરવાળા અગાસી માં ઉભા – ઉભા ફોનમાં ફરીયાદી અફસાનાબેનનું  નામ લઈને ગાળો બોલી રહેલ હતા અને ફરીયાદી અફસાનાબેન તથા સાહેદ હિનાબેનએ ગાળો બોલવાની ના પાડતા આરોપી બેનઝીર મકસુદ ચાકીએ સાહેદને થપ્પડ મારતા, ફરીયાદી અફસાનાબેન એ આરોપી બેનઝરી મકસુદ ચાકી ને પકડી લેતા આરોપી ફરીયાદી અફસાનાબેનને પણ માર મારવા લાગતા ફરીયાદી અફસાનાબેન તથા સાહેદ ત્યાંથી ભાગવા લાગતા આરોપી બેનઝરી એ પાછળથી ફરીયાદી અફસાનાબેનને ઈંટના છુટા ઘા મારી માથા તથા ડાબા પગના અંગુઠા માં ઈજા કરી બાદમાં આરોપી બેનઝીર એ પોતાના ઘરમાં રહેલ છરી વડે ફરીયાદી અફસાનાબેનને ઘા કરતા ફરીયાદી અફસાનાબેન ને જમણા હાથની કોણી ની ઉપરના ભાગે ઈજા કરી ચાર ટાકા લાવી ગાળો આપી માર મારી શરીરને મુંઢ ઈજા કરી તથા ફરીયાદી અફસાબેનને હાથની કોણીના ઉપરના ભાગે પાંચ ટકાની ઈજા કરી તથા જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામો  ભંગ કરી ગુનો કરેલ છે.

છકડા રીક્ષાએ મોટરસાયકલને હડફેટે લેતા યુવાનનું મોત

જામનગર : પંચ બી પોલીસ સ્ટેશનમાં અરવીંદભાઈ ખીમજીભાઈ કટેસીયા, ઉ.વ.૩ર એ ફરીયાદ નોંધાવી છે કે, મરણજનાર અરવીંદભાઈ  પોતાનું મોટરસાયકલ લઈ ગેરેજથી દરેડ જી.આઈ.ડી.સી. ફેસ–ર, સેનોર કારખાનાની સામેના ભાગે ગૌશાળા તરફથી આવતા આરોપી છકડો રીક્ષા જેના રજી.નં. જી.જે.–૧૦–ટી.વી.–૦૮૭૧ ના ચાલકે તેની રીક્ષા એકદમ પુર ઝડપે બેફીકરાઈથી ચલાવી મરણજનારને હડફેટે લઈ શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે.

(1:30 pm IST)