Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કાલે મોહનભાઇ કુંડારીયાના હસ્તે પડધરી તાલુકામાં વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત લોકાર્પણ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ર૧ : રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાના વરદ્દ હસ્તે કાલે સવારના ૯ કલાકે જામનગર હાઇવે પર શિવ શકિત હોટલ પાસે પડધરી તાલુકાના વિવિધ ગામોના પડધરી તાલુકા પંચાયત અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ રાજકોટ અંતર્ગત આશરે ૧૦.૬૦ કરોડના વિકાસના કામોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં જામનગર સ્ટેટ હાઇવેથી આ બાલક) ગામનો માર્ગ અને નારણકાના તરઘરીનો માર્ગ તેમજ ડુંગરકાથી પડધરીનો માર્ગ તથા પડધરી તાલુકા પંચાયત દ્વારા વિવિધ ગમોએ આશરે ર૧ વિકાસના કામોનું આતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે પડધરી તાલુકાના પંચાયત કર્મચારી તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ, જીલ્લાના અધિકારીની તેમજ પડધરી તાલુકાના ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેશે.

(1:29 pm IST)