Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કાલાવડમાં ૭ મહિના પહેલા સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સામે ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: કાલાવડમાં સાતેક માસ પહેલા સીગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સામે ફરીયાદ નોંધાવાઈ છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદી ફરીયાદ નોંધાવી છે કે, આ કામેનો આરોપી રાજુભાઈ સુરેશભાઈ ઉર્ફે તન્નાભાઈ વાસકળેએ આજથી સાતેક માસ પહેલા ફરીયાદીની સગીર વયની દિકરી ઉપર  વજીર ખાખરીયા ગામે ધીરૂભાઈ મોહનભાઈ સીંગાળાની વાડીમાં દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ છે.  પોલીસે પોસ્કો સહિતની કલમો દાખલ કરી આરોપીની શોધખોળ આચરી છે સગીરાને મેડીકલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવી છે.

(1:28 pm IST)