Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

જુનાગઢનાં બુટલેગર લાખા કોડીયાતર પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૧:  જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રેવિ તેજા વાસમસેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા સારૂ ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ જુનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા દરખાસ્ત તૈયરી કરી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા કલેકટર સૌરભ પારધી તરફ પોલીસ અધિક્ષક શ્રી મારફત મોકલેલ હતો.

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ ત્વરીત પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇન્સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પો. સ.ઇ. ડી.જી. બડવા તથા પો. સ્ટાફ વોચ તપાસમાં હતા આરોપી લાખા પરબતભાઇ કોડીયાતર રબારી ઉ.વ.રપ રહે. ગાંધીગ્રામ, રાજીવનગર રોડ, રામાપીરના મંદિર પાસે, જુનાગઢવાળા જુનાગઢ, ગાંધીગ્રામ, રાજીવનગર રોડ, રામાપીરના મંદિર પાસે પોતાના રહેણાંક મકાનને હોવાની ચોક્કસ હકિકત આધારે તપાસ અટક કરી સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આઇ.ભાટી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. બડવા તથા પો. હેડ કોન્સ. શબીરખાન બેલીમ, નિકુલ પટેલ, જયદિપ કનેરીયા, જીતેષ મારૂ તથા પો. કોન્સ. દિનેશભાઇ કરંગીયા તથા વુ. પો.કો. રાજેશ્રી વિરાણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:19 pm IST)