Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મહીકા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે બાળક અને માતાની જીંદગી બચાવી

આટકોટઃ ઇએમટી દિવ્યા બારડ અને પાયલોટ પૃથ્વીરાજસિંહ ઝાલા મહિકા ગામમાં ડિલિવરીનો કેસ મળતા અમે ૧૦૮ આજીડેમ લોકેશનથી મહીકા પહોંચ્યા ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા જોયું તો બાળકનું માથુ અને નાળનો ભાગ એક સાથે બહાર આવી ગયું હતું. બાળકના ગળામાં નાળનો ભાગ વિંટાયેલ હતો અમે અમને અપાતી તાલીમ અને અનુભવથી સાવચેતી રાખીને સફળ ડિલિવરી કરાવી. બાળકનું માથું અમે ઘટના સ્થળે પહોંચ્યા તે પહેલા લાંબા સમયથી બહાર આવી ગયું હોવાથી અને નાળ ગળામાં વીંટાયેલ હોવાથી બાળકના આખા ચહેરા પર સોજો આવી ગયા હતા અમે બાળકને બ્લો બાય મેથડથી ઓકિસજન આપ્યું બાળકને કલીન કર્યું નાક અને મોમાંથી સુકસન માતાને અને બાળકને ૧૦૮ એમ્બ્યુલન્સમાં આપત્તિ યોગ્ય સારવાર આપી અને રાજકોટમાં કે. ડી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કર્યા (તસ્વીર-અહેવાલઃ કરશન બામટા આટકોટ)

(11:46 am IST)