Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મોરબી એલઇ કોલેજ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૧ : ૭૨માં પ્રજાસત્ત્।ાક પર્વની મોરબી જિલ્લામાં શાનદાર ઉજવણી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્ત્।ાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે મોરબી એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવશે.

ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ અને નિવાસી અધિક કલેકટર કેતન પી જોષીની વિશેષ ઉપસ્થિતમાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા પ્રજાસત્ત્।ાક પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણીમાં કોવીડની ગાઇડલાઇન મુજબ મર્યાદીત સંખ્યાની ઉપસ્થિતિમાં યોજવા અંગે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટર કેતન જોષીએ બેઠકનું સંચાલન કરતાં કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને ધ્યાને લઇ સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી કરવા સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં પોલીસ પ્લાટુન, એન.સી.સી. હોમગાર્ડના જવાનો પોલીસ બેન્ડ સાથે માર્ચ પાસ્ટ તેમજ રાજય સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યક્રમમાં દેશભકિતના  માહોલને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં સમગ્ર વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર તેમજ કોવીડમાં ઉત્ત્।મ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનીત કરવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાંનાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ,મોરબી પ્રાંત અધિકારી ઝાલા,જિલ્લા પુરવઠા અધિકારી સ્વેતા પટેલ,જિલ્લા શિક્ષણાધિરી બી.એમ. સોલંકી,જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા,પીજીવીસીએલના એચ.સી.ચારોલા,સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા,જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, એઆરટીઓ જે.કે. કાપટેલ,આર એન્ડ બી વિભાગના જે.કે. ગોહિલ,સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)