Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૪૫ સ્થળોએ 'હાથફેરો' કરનાર આદિવાસી ગેંગનો પર્દાફાશઃ તસ્કર પિતા-પુત્ર સકંજામાં

ચોરીનો માલ વેચવા આવ્યા'ને જામજોધપુરમાં જવરસિંગ ઉર્ફે મનુભાઈ ધારકા પલાસ અને નિકેશ ઉર્ફે મુકેશ (રહે. બન્ને વેરાડ, તા. ભાણવડ, મૂળ દાહોદ) પોલીસના હાથે ચડયાઃ ૧.૫૪ લાખનો મુદ્દામાલ પણ કબ્જે

જામનગરઃ શહેર સહિત દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ, અમરેલી, પોરબંદર, અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૫ સ્થળોએ 'હાથફેરો' કરનાર આદિવાસી ગેંગના સભ્ય પિતા-પુત્રને જામનગર એલસીબી પોલીસની ટીમે જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસેથી ચોરાઉ રોકડ, ચાંદીના સિક્કા, ચાંદીની માળા મળી રૂ. ૧,૫૪,૭૦૦ના મુદામાલ સાથે પકડી પુછતાછ કરતા છેલ્લા બે વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર ગીર સોમનાથ વિસ્તારમાં શહેરની બારોબાર આવેલ કોલેજ,સ્કૂલ તથા રહેણાક મકાનને રાત્રીના ટારગેટ કરી, તાળા તોડી તેમજ બારીની ગ્રીલ તોડી આશરે ૪૫ ચોરીઓ કરેલની કબુલાત કરી હતી.

જામજોધપુર ખાતે ગાયત્રીનગર ગાયત્રી મંદિર પાછળ અમર એગ્રો સીડસ પ્રોસેસીંગ યુનિટ એમ.પી.સીણોજીયા સ્કુલ વી.ડી.એસ.કોલેજ તથા મધર ટેરેસા સ્કુલમાં તાળા તોડી તેમજ બારીની ગ્રીલ તોડી રોકડ રૂપિયા ૧૯,પ૩,ર૩૦ ની ચોરીનો બનાવ બનેલ જે અંગે અતુલભાઇ જેન્તીભાઇ જાવીયાએ ફરીયાદ નોંધાવતા જ જામનગર પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળ નાઓની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ. આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સીબી.ના પો.સબ ઇન્સ. વી.એમ.લગારીયા, વી.વી.વાગડીયાની અલગ અલગ બે ટીમો જીલ્લામાં વોચ રાખી રહીહતી ત્યારે સ્ટાફના નિર્મળસિંસ એસ.જાડેજાને મળેલ બાતમીને વશરામભાઇ આહિર તથા જયદેવસિંહ ઝાલાએ ડેવલોપ કરેલ બાતમીએ સફળતા અપાવી હતી.

પુછતાછ દરમિયાન તસ્કર પિતા-પુત્રએ કબુલ્યુ હતું. કે ગેગમાં જવરસિંગ ઉર્ફે મનુભાઇ ઉર્ફે જવો ધારકાભાઇ પલાસ માનસિંગ ધારકાભાઇ પલાસ નિકેશ ઉફે મુકેશ ઉર્ફે મુકેશ જવરસિંગ પલાસ નરેશભાઇ મસુલભાઇ મિનામા સકરામ રમણ મિનામા, કાંતિભાઇ મગનભાઇ મિનમા રાકેશ મળીયા ભાભોર મુકેશ મળીયા ભાભોર, કોલેજ રસુલ મિનામા રહે. આંબલી ખજુરીયા ફળીયુ તા.ગરબાડા શંકર હીમસીંગ પરમાર રહે. કાટુ ગામ તા.ધાનપુર જી.દાહોદએ અલગ અલગ જગ્યાએ ચોરી કરી હતી. છેલ્લા ત્રણ ચાર વર્ષથી શેરની નજીકના રોડ ઉપર મજુરી કામ કરતા જે સમય દરમ્યાન શહેરમાં દિવસ દરમ્યાન રેકી કરી ચોરીને અંજામ આપતા હોવાની હકીકત પણ ખુલવા પામી છે. મજકુર આદિવાસી ગેંગે જામનગરમાં ૬, દ્વારકામાં, ૭, જૂનાગઢમાં ૪, ગીર સોમનાથમાં ૮, મોરબીમાં ૮, રાજકોટમાં ૮, અમરેલીમાં ૨, પોરબંદરમાં ૧, અમદાવાદમાં ૧ અને ગાંધીનગરમાં ૨ સ્થળે હાથફેરો કર્યો હતો.

કાર્યવાહીમાં પો. ઈન્સ. આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. વી.વી. વાગડીયા, વી.એમ. લગારીયા, રામભાઈ સગર, જયુભા ઝાલા, વશરામભાઈ આહીર, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, શરદભાઈ પરમાર, સુરેશભાઈ ડાંગર, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, નિર્મળસિંહ એસ. જાડેજા, દિનેશભાઈ ગોહીલ, કમલેશભાઈ રબારી, મિતેશ પટેલ, લક્ષ્મણભાઈ ભાટીયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી સહિતની ટીમ જોડાઈ હતી.

(4:34 pm IST)