Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બલી શબ્દનો અર્થ અર્પણ કરવું થાય, પશુઓની હત્યા નહીં

પોરબંદરમાં ગીરીબાપુની કથાઃ શ્રોતાઓ ભાવવિભોરઃ આહાર શુધ્ધિથી વિચાર શુધ્ધિ સહિત વિષયો સમજાવ્યા

પોરબંદર તા. ૨૦ : અહીં ચોપાટી ખાતે યોજાયેલ ગીરીબાપુની શિવ કથામાં ચોથા દિવસ ની કથામાં મોટી સંખ્યામા શ્રોતાઓ ઉપરસ્થિત રહ્યા હતા. કથાસારઙ્ગવર્ણવતા ગિરી બાપુ એ જણાવ્યું હતું કે વ્યાસજીને પ્રણામ કહી નારદને બ્રહ્માજી શિવજીનો મહિમાઙ્ગ કહે છે સૂર્ય નહિ તારા મંડળ નહિ ગગન નહિ અગન નહિ દાનવ નહિ માનવ નથી ઘનઘોર જંગલ માથી સ્વયંભું પ્રકાશિત શિવ અને શકતી જગતના આધાર છે શિવ અને શકિત દ્વારા પેહેલા દિવ્ય પુરુષ નું પ્રાગટ્ય થયું પ્રશ્ન એ થયો કે હું કોણ છું ? તેની સામે આદ્ય શકિત અને આદ્ય શ્રી પ્રગટ થઇ ને કહે છે અને કહેઙ્ગ છે સાંભળો હે પ્રથમ પુરુષ અમે તમારું ભવિષ્ય કહીયે છીએ તમારું નામ વિષ્ણુ છે આ નામ મોટીઙ્ગ ખ્યાતિને પ્રાપ્ત થશે.

 

ભવિષ્ય માં યુગે યુગે તમે અનેક નામો થી તમે પ્રગટ થશો જે કોઈ તમારા નામનો પાઠ કરે તેમના માટે હું વરદાન આપું છું તેને આ દુનિયા ના દરેકઙ્ગ સુખ પ્રાપ્ત થશે આ ભગવાન નું પ્રથમ વરદાન છે આથી વિષ્ણુ ના હજાર નામ છે જેને વિષ્ણુ સહસ્ત્ર આપણે કહીયે છીએ. ભલે આપણે રોજના કરીયે પણ એકાદશી હોય ત્યારે રામનવમી હોય ત્યારે જનમાષ્ટમી હોય ત્યારે આપણો જન્મ દિવસ હોય ત્યારે કરીયે અને સત્યનારાયણની કથા હોય ત્યારે સાંભળીયે તો ખરા, માણસો અત્યારે મોબાઈલ સામે ધ્યાન રાખે એટલું મહાદેવનું રાખે તો બેડો પાર થઇ જાય.

 

ઙ્ગકથા નું રૂપ અને સ્વરૂર્પી ધીમે ધીમે બદલાતું જાય છે હવે જેટલા વડીલો હોય એટલા યુવાનો પણ હોય છે યુવાનો કથા સાંભળે તેના પર ભરપૂર કૃપા વર્ષે તેવી પ્રાર્થના, કથા એ ભગવાન ની સાધના છે. યજ્ઞ નહિ મહા યજ્ઞ છે કથા સ્થળે એક વાર ભગવાનનું નામ લેવાથી પ્રભુનો લાભ પ્રાપ્ત થાય છે.

વિષ્ણુ ભગવાનના જેટલા નામ છે તેટલાઙ્ગ ભગવાન શિવના નામ છે. મહાદેવના હજાર નામોથી શિવજીની પૂજા કરે છે સોમવારના દિવસે શિવજીના નામ બોલીયે, શિવરાત્રીના દિવસે પણ ભગવાન શિવના હજાર નામ જે વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયા છે તે ઓમ શિવાય નમઃ ઓમ ચંદ્રાય નમઃ ઓમ ઘોરાય નમઃ ઓમ અઘોરાય નમઃ ઓમ શાન્તાય નમઃ ઓમ સર્વાય નમઃ ઓમ દેવાય નમઃ મહિનામાં એક વાર ભગવાન શિવના નામ સ્મરણ કરવા જે કોઈ ત્રયોદશી વ્રત કરે છે તે ને કોઈ પીડા રહેતી નથી અયોધ્યા દાસનું વરદાન છે,અયોધ્યા દાસે તેનું વર્ણન શિવ ચાલીસમાં કર્યું છે હજાર નામ સાથે હજાર કમલ ચડાવવા થી મહાદેવ પ્રશન્ન થાય છે.

ભગવાન વિષ્ણુ રોજ હાજર કમલ ભેગા કરે અને મહાદેવ ને અર્પણ કરે કઠિન છે આ કઠિન ભકિત જોઈને મહાદેવે આપેલ ભકિત ચક્ર આપ્યું જે સુદર્શન ચક્ર છે વિષ્ણુ ભગવાન પાસે હંમેશા રહે છે.

જેથી ભગવાને વિષ્ણુ ભગવાનને સુદ્રષ્ટિ આપી , આપો દ્રષ્ટિમાં તેજ અનેરું જેથી સારી શ્રુષ્ટિ ને સ્વરૂપ દેખું ચારો તરફ સુંદર દેખાય છોડ ની અંદર ફૂલ દેખાય કાંટા નહિ, મહાદેવ નું નામ છે ત્રિપુર હાર, તારકા સુરના ત્રણ પુત્રોઙ્ગ વિદ્યમાની,ઙ્ગ તારકક્ષ, કમલાક્ષ જેને બ્રહ્મા જીનું વરદાન મળ્યું હતું આથી શિવ જી એ તે ત્રણ પૂરતો નું દહન કર્યું પુષ્પ દંતે આ કથાનું વર્ણન કર્યું છે પૃથ્વીનો જેને રથ કર્યો એ શિવજી છેમ ત્રિપુર દહનની કથા છે આયોધ્યા દાસે શિવ ચાલીસામાં વર્ણવ્યું છે.

બલી શબ્દનો અર્થ એ થાય કે અર્પણ કરવું કોઈ પશુઓનીઙ્ગ હત્યા કરવી એવો અર્થ થતો નથી આપડા જ માણસો દેવી દેવતા ઓંના નામેઙ્ગ પશુઓનીઙ્ગ હત્યા કરે છે તે સનાતન પરંપરામાં મહાપાપ છે માસના ટુકડા ખાતા લોકો નર્કમાં પડે છે વર્તમાનમાં શુદ્ઘ શાકાહારી રહેવું એ એક તપ છે કોઈ પણ માણસ આપણા સંગાથમાં હોય તેને માસનાઙ્ગ ખાવા તરફ પ્રેરીયે તે મોટાઙ્ગ મંદિર બનાવવા જેટલું પુણ્ય છે, અન્નનો ટુકડો ના મળે તોઙ્ગહસતા હસતા મૃત્યુ સ્વીકારવું પણ માસનો ટુકડો મોઢામાં ના મુકવો ચાણકયનું વાકય છે બાળપણમાં સ્વાધ્યાયમાં જતા તેમાં પાંડુરંગ દાદાઙ્ગ ટીવીના માધ્યમ થી કહેતા જે અન્ન પર કૂતરો કે કૂકડો નજર કરે તે અન્ન ના ખવાય તોઙ્ગ આપણા જઙ્ગલોકો કુકડાનું ભક્ષણ કરે તેની માનસિક હાલત કેટલી ગંભીર હોય ?ઙ્ગ તે અન્ન શુદ્ઘિ ના કહેવાય ભકિતનો પહેલો નિયમ આહાર સુધી છે આહાર શુદ્ઘિથી વિચાર શુદ્ઘિ થાય અને વિચાર શુદ્ઘિથી વાણી શુદ્ઘિ થાય ત્યાર બાદ વેવાર શુદ્ઘિ થાય છે અને ત્યારે આપો આપ તેનેઙ્ગ સિદ્ઘિ પ્રાપ્ત થાય છે શુદ્ઘ શાકાહારી રહેવું એ મોટામાં મોટું તપ છે.(૨૧.૧૬)

(12:33 pm IST)