Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ - વિજયભાઇની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૨૦ : આપણા રાષ્ટ્રપિત મહામહિમશ્રી રામનાથ કોવિંદ તા.૨૨ જાન્યુઆરીના રોજ સાંજે ૪-૦૦ કલાકે ગોંડલ ખાતેશ્રી અક્ષ્રરદેરી સાર્ધ શતાબ્દિ મહોત્સવના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિશ્રી સૌ પ્રથમ શ્રી અક્ષરદેરીમાં પૂજા અર્ચના કરશે તથા નવનિર્મિત કરાયેલ યોગી સ્મૃતિ મંદિરની પણ દર્શનાર્થે મુલાકાત લેશે  અને ત્યારબાદ ગોંડલી નદીના કાંઠે ઉભા કરાયેલા શ્રી સ્વામિનારાયણ નગરમાં ઉભા કરાયેલા મુખ્યસભામાં ઉપસ્થિત રહીને પ્રેરક ઉદબોધન કરશે. આ પ્રસંગે રાજયપાલશ્રી ઓપી.કોહલી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ મહેમાનોનું સ્વાગત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ ખાતે આગામી તા.૨૦મી થી ૩૦મી જાન્યુઆરી દરમિયાન શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દિ મહોત્સવ ઉજવાશે. ગોંડલના વિશ્વપ્રસિધ્ધ અક્ષરમંદિર સ્થિત અક્ષરબ્રહ્મ ગુણાતિતાનંદ સ્વામિના અંત્યેષ્ટિ વિધિના સ્થળ પર નિર્મિત સ્મારક અક્ષર દેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્ત્।ે અહિં ૧૧ દિવસીય વિવિધ ભવ્ય કાર્યક્રમો રજૂ થનાર છે. જેમાં અક્ષરદેરીના અદભૂત નુતન સ્વરૂપનું લોકાર્પણ, યોગીજી મહારાજ સ્મૃતિમંદિરનો પ્રાણપતિષ્ઠા મહોત્સવ, વિશ્વશાંતિ નિમિત્ત્।ે વિરાટ મહાપૂજા, જીવન ઉત્કર્ષ માટે ૬ પ્રદર્શન ખંડ, રકતદાન શિબિર, વ્યસનમુકિત વિગેરેનો સમાવેશ થાય છે.  આ કાર્યક્રમમાં પરદેશથી મોટી સંખ્યામાં લોકો સહભાગી થવા આવશે. 

આ મહોત્સવના મૂખ્ય સભા સ્થળે આકર્ષક વિશાળ મંચ બનાવવામાં આવેલ છે. ૧૭૫ ફૂટ લાબો, ૧૩૦ ફુટ પહોળો અને ૭૦ ફૂટ ઉંચા આ કલાત્મક મંચે અનેરૂ આકર્ષણ ઉભુ કરેલ છે. મંચના મધ્યભાગમાં અક્ષરદેરીની વિશાળ પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે.

આ કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થા દ્વારા ૩૨ સેવા સમિતિઓની રચના કરવામાં આવેલ છે. સ્વયંસેવકો દ્વારા સ્વૈચ્છિક સેવા દાન અને સમયદાન આપવામાં આવી રહ્યું છે. આ સ્વામિનારાયણ નગર મુખ્યસભા સ્થળ ૨૦૦ એકર વિશાળ ભૂમિને સમથળ કરીને તૈયાર કરાયેલ છે. આ સભાસ્થળનો મૂખ્ય પ્રવેશદ્વાર ખુબજ આકર્ષક અને નયનરમ્ય બનાવેલ છે. સભાસ્થળની બન્ને બાજુ ચાર નાના મંદિરો  તથા જીવન ઉત્કર્ષ માટેના ૬ પ્રદર્શન ખંડો ઉભા કરવામાં આવેલ છે. જેમાં પરમાનંદ, મૂકતાનંદ, સહજાનંદ, યોગાનંદ, અક્ષરાનંદ, નિત્યાનંદ વિગેરેનો સમાવેશ થાય છે. આ વિશાળ ડોમમાં ઉભા કરાયેલ પ્રદર્શન ખંડમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતિત ગૂરૂ પરંપરાના ગુરૂઓનું જીવન કાર્ય વિવિધ માધ્યમો દ્વારા અભિવ્યકત થશે તેમજ આધ્યાત્મિકતાની સાથે જીવન ઉત્કર્ષ અને રાષ્ટ્ર તથા સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની પ્રેરણા આપતા કાર્યક્રમો રજૂ કરાશે.  આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંતો, હરિભકતો, સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.

-: સંકલન :-

એ.પી.જોષી

નાયબ માહિતી નિયામ,

રશ્મિન યાજ્ઞિક

સિનીયર સબ એડિટર માહિતી ખાતુ, રાજકોટ

(12:30 pm IST)