Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાત્રે સવારે ઠંડી- બપોરે ગરમી ધુમ્મસ અને ધાબડીયા વાતાવરણ વચ્ચે કચ્છમાં માવઠાની શકયતા

હવામાન વિભાગ કહે છે વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સ તળે કચ્છમાં સાયકલોનીક ટ્રકની અસરઃ એક સાથે ત્રણ-ત્રણ ઋતુઓનો અનુભવ

ભુજ તા.૨૦: ઉત્તર ભારતમાં ફરી વળેલી શીત લહેર સાથે જ વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સની અસર કચ્છમાં જોવા મળી રહી છે.

અત્યારે મોડી રાત્રે અને સવારે ઠંડી સાથે ધુમ્મસ જયારે બપોરે ઉકળાટ સાથે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. દરમ્યાન કચ્છ જિલ્લાના હવામાન અધિકારી રાકેશકુમારના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સના કારણે કચ્છમાં સાયકલોનીક ટ્રકનો અનુભવ થશે.

એટલે કે વિષમ વાતાવરણનો અનુભવ થશે સવારે રાત્રે ઠંડી અને બપોરે ગરમી પછી હવે આવનારા બે દિવસો સોમ,મંગળ દરમિયાન ધાબડીયા વાતાવરણ વચ્ચે માવઠાની શકયતા છે.આમ,એક સાથે ત્રણ ત્રણ ઋતુઓ ઠંડી,ગરમી અને વરસાદનો અનુભવ થશે.

(11:27 am IST)