Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ઉના સ્વામિનારાયણ ગુરૂકુળનો વાર્ષિકોત્સવ

ઉનાઃ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંસ્થાપક - અધ્યેષ્ઠા પૂ. શા. માધવદાસજી સ્વામીના માર્ગદર્શન તળે અને નિશ્રામાં સૌરાષ્ટ્રના સંતો, મહંતો અને શિક્ષક ક્ષેત્રના પદાધિકારીઓના સાનિધ્યમાં પ્રથમ બે દિવસોએ રમતગમત ક્ષેત્રે સંકુલના ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ તથા ૧૦૦ અધ્યાપકોએ ભાગ લઈ ખેલકુદની જુદી જુદી સ્પર્ધાઓનું કૌશલ્ય-કૌવત બતાવ્યું હતું. ઉત્સવના અંતિમ દિવસે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓએ 'શાકોત્સવ'ની મોજ માણી હતી. રાત્રીના રંગારંગ કાર્યક્રમમાં ૭૦૦ જેટલા કલાકાર ભાઈ-બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમને રજૂ કર્યા હતા. ઉત્સવ નૃત્યો, રાસ-ગરબા, શિલ્પ નાટિકા, રિમિકસ, કવ્વાલિ અને પિરામીડે ઉપસ્થિત પાંચ હજાર માનવ મેદનીને મનોરંજન પીરસ્યુ હતું. ઉના તાલુકાના કેટલાક વ્યકિત વિશેષો પૈકી સી.પી. રાઠોડ, લલિત બારૈયા, શ્રી ધાંધલ, જ્યોતિષાચાર્ય હરકાંતભાઈ મહેતા વગેરેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. વાર્ષિકોત્સવની તસ્વીરો

(11:19 am IST)