Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ભૂજના માધાપર ગામે ભેંસના વાડામાંથી ૪.૩૪ લાખનો દારૂ ઝડપાયો

ભુજ, તા. ર૦ : પશ્ચિમ કચ્છ એલ.સી.બી. ટીમે માધાપર હાઇવે ઉપર ભવાની હોટલની પાછળ જતા રસ્તે આવેલા ભેંસાના વાડા ઉપર દરોડો પાડીને ૪.૩૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.

કળી ચૂનાની આડમાં ટ્રકમાં આવેલો આ જથ્થો ભેંસના વાડામાં હતો અને તેનું કટીંગ થાય તે પહેલા જ પોલીસે અક્ષય ભુરાલાલ વ્યાસ અને નીતિન ભુરાલાલ વ્યાસ (શિવકૃપાનગર-ભુજ)ના બે શખ્સોને ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(11:18 am IST)