Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

મંગળવારે વિજયભાઇ કચ્છમાં: મુંદરામાં ચાઇનીઝ સ્ટીલ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે

ભુજ તા. ર૦: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ર૩મી જાન્યુઆરી મંગળવારે કચ્છના એક દિવસના ટૂંકા પ્રવાસે આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે મુંદરા તાલુકાના કુંદરોડી ગામે ચાઇનીઝ કંપની દ્વારા સ્થપાનારા સ્ટીલ પ્લાન્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે થશે.

ગત વર્ષે ર૦૧૭માં આ ચાઇનીઝ કંપની દ્વારા વાયબ્રન્ટ સ્મીટ ર૦૧૭માં ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાનાં MOU કરાયા હતા. તેને પગલે એક વર્ષની અંદર જ સ્ટીલ પ્લાન્ટનું ભૂમિપૂજન થઇ રહ્યું છે.

(11:15 am IST)