Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જામજોધપુર તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવારની ક્રિકેટ ટૂર્નામેન્ટઃ તરસાઈની ટીમ વિજેતા

જામજોધપુર, તા. ૨૦ :. જામજોધપુર તાલુકા પ્રાથમિક શિક્ષક પરીવાર દ્વારા સમસ્ત તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો ક્રિકેટ ટૂર્નામેન્ટ સતત ત્રીજા વર્ષે યોજાયો. આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમો એ ભાગ લીધેલ. જેમા ફાઈનલ મેચ સતાપર-તરસાઈ અને ધ્રાફા-નંદાણા વચ્ચે યોજાયો. આ ફાઈનલ મેચમાં સતાપર-તરસાઈની ટીમ વિજેતા જાહેર થઈ. ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ જીતેન ગોહીલ રહ્યો.

આ ટૂર્નામેન્ટના મેન ઓફ ધ સીરીઝ પ્રદીપ ચાવડા, બેસ્ટ બેટસમેન ઉમંગ જોષી, બેસ્ટ બોલર ધર્મપાલ સોલંકીને જાહેર કરવામાં આવ્યાં. ટૂર્નામેન્ટ મુખ્યદાતા ૮૦-વિધાનસભા જામજોધપુરના યુવા ધારાસભ્ય ચિરાગભાઈ રમેશભાઈ કાલરિયા અને જામજોધપુરના ભામાશા અમૃતલાલ માધવજી કવૈયા હતા. તદઉપરાંત સહયોગી દાતા તરીકે જામજોધપુર પટેલ સેવા સમાજના પ્રમુખ હીરેનભાઈ ખાંટ, માર્કેટીંગ યાર્ડના ડીરેકટર ચીમનભાઈ વાછાણી, ખુશી મંડપ સર્વિસ કેતનભાઈ, ઉમીયાજી ડેરી (પટેલ), રોટરી કલબ જામજોધપુરના સ્થાપક પ્રમુખ હીમાંશુભાઈ મહેતા, જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ અનિલભાઈ શાહ તથા પાનેલીના સલીમભાઈ ભારવાણી રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં રમનાર દરેક ખેલાડીને અમૃતલાલ માધવજી કવૈયા દ્વારા ટી-શર્ટ બનાવી આપેલ હતા અને ફાઈનલમાં પહોંચેલી એક ટીમને જનતા સેલ્સ અને સિમેન્ટ તરફથી ટી-શર્ટ આપવામાં આવ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં અમ્પાયરીંગની સેવા વિનસભાઈ જાદવ, વિનોદભાઈ રાવલીયા, અંકિત દોશી, પ્રકાશભાઈ ધાણક, નિલેશભાઈ દોશીએ બજાવી હતી.

આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા હિમાંશુભાઈ મહેતા, બી.આર.સી. કો.ઓ. નિકુંજભાઈ ચોટાઈ, અરૂણભાઈ મારૂ, નિરદ કારેલીયા, સંદીપ મહેતા, ઉમંગ જોશી, ઉમેશભાઈ ભટ્ટી, દિવ્યેશભાઈ રાચ્છ વગેરે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

(10:03 am IST)